રાજસ્થાનથી ગુજરાતી ફિલ્મ કામ કરવા આવેલ મમતા સોની આટલી બદલાઈ ગઈ,જુઓ ફોટો
ગુજરાતી સિનેમા અનેક અભિનેત્રીઓનું નામ મોખરે છે,પરતું આજે અમે આપને એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જે ગુજરાતી નાં હોવા છતાં પણ તેને ગુજરાતી ફિલ્મ ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને તમને જાણીને નવાઈ લાગશે કે, આ અભિનેત્રી મૂળ રાજસ્થાનની છે પરતું તેમને ગુજરાતી ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવી છે. ચાલો આજે આપણે જાણીશું ગુજરાતી સિનેમા ની સૌથી લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીના અંગત જીવન વિશે.
મમતા સોની એ રોમા માણેક બાદ સૌથી સુંદર અભિનેત્રીઓમાં ગણીએ તો પણ ખોટું ન કહી શકાય કારણ કે રંગરૂપ થી બંને દેખવામાં સમાન લાગે છે. ત્યારે ચાલો જાણીએ કે, મમતાનું જીવન કેવું છે અને હાલમાં શું કરે છે.તમને જાણીને નવાઈ લાગશે કે જેવી રીતે રોમા માણેક અને નરેશ ની જોડી હિટ રહી એવી જ રીતે મમતા અને વિક્રમ ઠાકોર ની જોડી ને જોવા દર્શકો સીનેમાં ઘરોમાં લાઈન લગાવતા હતા.
આપણે સૌ કોમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં ‘તરસી મમતા’ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. પોતાના જીવન અનેક સંઘર્ષ કર્યા પછી આજે લોકપ્રિયર મેળવી ચેમ મમતા સોની અત્યાર સુધી 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, દર્શકો એ તેમને ખૂબ જ આવકારી અને તેઓ પણ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા.
એ વાત પણ ખરી છે કે, મમતાએ ફક્ત ગુજરાતી જ નહીં મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરી છે.મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ, મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું છે.
મમતાને ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય મળી એ પણ એક જ ફિલ્મ દ્વારા અને આ ફિલ્મ હતી એક વાર પીયુને મળવા આવજો આ ફિલ્મમાં તેમને વિક્રમ ઠાકોર સાથે ખૂબ જ નામના મેળવી.મમતા સોની રાધાના પાત્રમાં સૌથી ફેમસ છે. ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.હાલમાંજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે. અને તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે.
તેમના એક ખાસ ગુણ છે કે,મમતા સોની એક્ટિંગની સાથે સાથે પોતાની શાયરીથી ખૂબ જ ફેમસ થયા છે. તેમની શાયરી સાંભળવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટે છે.મમતા સોનીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. સમય મળ્યે તે કુદરતની વચ્ચે સમય ગાળવા પહોંચી જાય છે. હાલમાં તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. મમતાએ નરેશ કનોડિયા,હિતેન કુમાર, હિતું કનોડિયા, ચંદન રાઠોડ અને વિક્રમ ઠાકોર જેવા લોકપ્રિય અભિનેતા સાથે કામ કરીને ખૂબ જ લોકપિર્ય બન્યા.