Sports

ભારે કરી હો! ફરી એક વખત શ્રીશાંત અને હરભજન આવી ગયા આમને સામને, લિફ્ટની અંદર જ કાતરો મારી…. જુઓ વિડીયો

ક્રિકેટ રસિકોને હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચેની પ્રખ્યાત લડાઈ યાદ હશે. જ્યારે શ્રીસંતને કંઈપણ વિચાર્યા વિના હરભજન સિંહે જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. શું આ બંને ક્રિકેટરો ફરી એકવાર સામસામે આવી રહ્યા છે? શું ફરી એકવાર આ બંને વચ્ચે ઝઘડો થયો છે? આ સવાલ આપણા મનમાં નહીં પરંતુ રિષભ પંતના મનમાં છે, જેની નવી પોસ્ટ નવા વિવાદ તરફ ઈશારો કરી રહી છે. વીડિયોનું સત્ય શું છે, તે વીડિયો જોયા બાદ જ ખબર પડશે.

ઋષભ પંત ભલે તેની સાથે ગંભીર અકસ્માત બાદ મેદાનમાં રમી ન શકે, પરંતુ ક્રિકેટ સાથે તેનું કનેક્શન સતત જળવાઈ રહ્યું છે. ક્યારેક તે IPL ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી રહ્યો છે, તો ક્યારેક તે સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ દ્વારા ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ વખતે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ અને શ્રીસંત તેની પોસ્ટમાં જોવા મળી રહ્યા છે. બંને ફરી એકવાર એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે રિષભ પંતે પોતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હરભજન સિંહ અને શ્રીસંત ફરી લડી રહ્યા છે.’

બંને ક્રિકેટરો વચ્ચેનો આ ઝઘડો વાસ્તવિક નથી, પરંતુ બંને એડ કેમ્પેઈનમાં સામસામે છે. આ એડ Zomato ની છે, જેમાં બંને ક્રિકેટર્સ Zomato ના ઉચ્ચારને લઈને એકબીજા સાથે દલીલ કરી રહ્યા છે, જેની ટેગલાઈન પણ આપવામાં આવી છે કે, તમે Zomato ને જે પણ કહો છો, તમારું ખાવાનું યોગ્ય સમયે પહોંચાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બંને ક્રિકેટરોએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ જૂની વાતો ભૂલીને મિત્ર બન્યા છે. રિષભ પંતની આ ફની પોસ્ટને થોડા જ કલાકોમાં ત્રણ લાખથી વધુ લાઈક્સ મળી છે. આ સાથે, કોમેન્ટ બોક્સમાં, ચાહકો પણ તેના મેદાનમાં વહેલા પાછા ફરવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!