Sports

ગુજરાતના લોકો માટે ખુશખબર!! ગુજરાતના આ સ્ટેડિયમમાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ… દિલ થામીને બેઠી જાવ

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, BCCIએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચની યજમાની સોંપવાનો નિર્ણય કર્યો છે. IPL 2023 ના સમાપન પછી, BCCI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેગા મેચનું આયોજન સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોની બેઠક ક્ષમતા લગભગ એક લાખ છે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સુરક્ષા કારણોસર પાકિસ્તાન ટીમની મોટાભાગની મેચ ચેન્નાઈ અને બેંગલુરુમાં યોજવામાં આવી શકે છે, આ સિવાય પાકિસ્તાનની મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ રમાઈ શકે છે.

પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં પણ યોજવામાં આવી શકે છે, કારણ કે બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકોને વધુ દૂર જવું પડશે નહીં. આ સિવાય જે અન્ય માહિતી સામે આવી છે તે મુજબ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચો માટે BCCI પાસે સ્પિન-ફ્રેન્ડલી પિચની માંગણી કરી છે. ભારતીય ટીમ ધીમી પિચોને પ્રાધાન્ય આપવા માંગે છે, જેથી તેનો ફાયદો મળે. BCCI એ ODI વર્લ્ડ કપ 2023 માટે 12 સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગલુરુ અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!