ગાંધીનગર નો ગજબ નો ગાંઠીયા વાળો ! ગ્રાહક નુ મોઢુ જોઈ ને કહી દે કે કેટલા ગાંઠીયા ખાશે…
અમદાવદના સચિવાલયની પાસે આવેલ એક ગાંઠિયાની લારી વાળા દિપેશભાઈ ગ્રાહકને પારખીને તેની ગાંઠિયા ખાવાની કેપેસિટી કેટલી હશે તે જાણી લેછે. આમ ગ્રાહકની કેપેસીટી એ આવીને બેસે એટલે દિપેશભાઈને ખબર પડી જ જાય છે. સામેથી જ ગ્રાહક કહે તે પહેલા એ કેટલું ખાઈ શકશે તે તેઓ જાણી જાય છે અને ગ્રાહક ઓર્ડર આપે તે પહેલા જ તેની કેપેસીટી પ્રમાણે પીરસી પણ દે છે.
ખરેખર આ સાંભળીને તમને આશ્ચય થયું ને? આ વાત સત્ય છે. આ ગાંઠિયાવાળા ભાઈ ગ્રાહક પાસે થી કમાવવાની દાનત ન રાખતા દિપેશભાઈની આ ખાસિયત તેમને ગાંધીનગરના એકદમ યુનિક ગાંઠિયાવાળા તરીકે ઓળખ અપાવે છે. તેમના અંગત જીવન વિશે જાણીએ તો તેઓ મુળ જામનગર જિલ્લાના ભાણવડના વતની છે અને વર્ષો થી ગાંધીનગરમા રહે છે. દિપેશભાઈ અને તેમના ભાઈઓ છેલ્લા 21 વર્ષથી વણેલા ગાંઠિયાની લારી ચલાવી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે. અત્યારે તેમની ગાંઠિયાની લારીની ત્રણ શાખા છે.
જેમાં એક સચિવાલયની સામે વિશ્રામ ગૃહની બાજુમાં, બીજી સેક્ટર 21 માં પેટ્રોલ પમ્પની બાજુમાં, ત્રીજી મીના બજાર જલારામ બુક સ્ટોરની બાજુમાં છે.સૌથી મહત્વની વાત એ છે કે, આજે દરેક શાખા મહિને 30 થી 50 હજાર આરામથી કમાઈ લે છે અને સંયુકત પરિવાર હોવા છતાં કોઈપણ મનભેદ વગર સુખી થી સાથે રહે છે અને ગાંઠિયા સાથે તો બાળપણ થી નાતો છે.સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના માતા સવિતાબા જામનગરથી 11 કિલોમીટર દૂર આવેલ કંપનીના 150 લોકો માટે ટિફિન બનાવતા અને પરિવારને આજીવિકા ચાલતી.
ટિફિનની ડિલિવરી કરવાસાયકલ ચલાવીને બપોરે અને રાત્રે બંને ટાઈમ 11 કિમી સુધી આપવા જતા.ધીરે ધીરે કમાણી વ્યવસ્થિત થતા વર્ધીનો ધંધો શરૂ કરવા ત્રણ એમ્બેસેડર ગાડી ખરીદી પરંતુ એક ગાડીના એક્સીડંટ પછી તેના કારણે આવેલા ક્લેમમાં બધી જ કમાણી જતી રહી અને આગળ જતા જે કંપનીમાં ટિફિન જમાડતા તે કંપની પણ ઉઠી ગઈ અને ફરી પાછા અમે 1996 માં કફોડી સ્થિતિમાં મુકાયા.આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પોતાની માતાને ઘરમાં પડેલ ભંગારને વેચી તેના દ્વારા મળેલા રૂપિયામાંથી એક દિવસનું સીધુ લાવી પરિવારને જમાડતા જોયા ત્યારે જ દિપેશભાઈને થઇ ગયું.
ધોરણ નવમા સારા માર્ક્સ સાથે પાસ થયા હોવા છતાં 10 માં ધોરણમાં જાણી જોઈને નાપાસ થયા અને પોતાના મામાને ત્યાં ફરસાણની દુકાનમાં 1500 રૂપિયા પ્રતિ મહિનાના લેખે નોકરી કરવા જોડાયા અને વધારે પૈસા કમાવવા માટે જામનગરના એક શેઠ માટે રોજની એક બોરીના 64 કિલો પ્રમાણે ત્રણ બોરી સેવ બનાવવાનું શરુ કર્યું જેમાં દર મહિને 8 થી 9 હજાર રૂપિયા મળવા લાગ્યા મળવા લાગ્યા.જીવનમાં એક નવી શરૂઆત કરી અને 1997 માં તેમના એક સંબંધીએ ગાંધીનગર ખાતે ગાંઠિયાની લારી શરૂ કરી.