EntertainmentGujarat

આજે પણ લોકો નથી જાણતા કે ખીચડી સિરિયલનાં હિમાંશું નું સાચુ નામ શુ હતુ ?? જાણો સાચુ નામ આવું જીવન જીવે છે આજે….

ખીચડી સિરિયલ તો સૌ કોઈ જોઈ જ હશે, આ સિરિયમાં હિમાંશુ નું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયેલ હતું પરંતુ કહેવાય છે ને કે, જ્યારે કોઈ પાત્ર લોકપ્રિય થાય છે તો તે અંત સુધી રાહ રહે છે અને તેનું સાચું નામ પણ ભૂલી જાય છે. આજે અમે આપને તેનું સાચું નામ જણાવશું અને તમે એ વાત નહીં જાણતાં હોય કે ખીચડી સિરિયલ કોને બનાવી હતી અને જેડી મજેઠીયાની અભિનયની સફર કેવી હતી.આજે અમે આપને તેમના અભિનયની સફર વિશે જણાવશું.

જેડી મજેઠીયા નો જન્મ 5 ફેબ્રુઆરી 1969નાં રોજ થયો હતો અને હાલમાં તેઓ એક સફળ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. આ સિવાય તેમ ગુજરાતી અને હિન્દી નાટકો, નાટકો, સિરિયલો અને ફિલ્મમાં અભિનયના ઓજસ પાઠરેલા છે . ખાસ કરીને સારાભાઈ Vs સારાભાઈ અને ખીચડી જેવા સફળ શો આપીને , તે ખૂબ જ સફળ શોમેકર બન્યા છે.સ્ટેજ પર તેઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાતી રંગભૂમિમાં સક્રિય છે. તેણે હેટ્સ ઓફ પ્રોડક્શન્સ નામની કંપની બનાવી.

જયયારે તે સામાન્ય રીતે હાસ્યની ભૂમિકાઓ સાથે સંકળાયેલા હોય છે, ત્યારે તે અમુક હદ સુધી સહાયક પાત્રો દર્શાવવા માટે પણ જાણીતા છે. 2011 માં ખીચડીઃ ધ મૂવીમાં હિમાંશુ સેઠની ભૂમિકા માટે કોમિક રોલમાં બેસ્ટ એક્ટર માટે એવોર્ડ માટે તેને નોમિનેટ કરવામાં આવ્યો હતો .2013 માં, મજેઠિયાએ તેમની અભિનય એકેડમી, હેટ્સઓફ એક્ટર્સ સ્ટુડિયો શરૂ કરી. સૌથી મહત્વની વાત એ કે જેડી એ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં રંગાઈ જાને રંગમાં તેની લોકપ્રિય ફિલ્મ છે.

તેમના અંગત જીવન વિશે જાણીએ તો તેમનું સાચું નામ જમનાદાસ મજેઠીયા છે અને તેઓ પોતાના ટૂંકા નામ જેડી થી વધુ લોકપ્રિય બનેલ છે. લગ્ન નીપા મજેઠીયા સાથે થયા છે. તેઓને બે પુત્રીઓ છે; કેસર અને મિશ્રી. ખરેખર હાલમાં તેઓ વાગલે કી દુનિયા સિરિયલ બનાવી રહ્યા છે. ઘણા સમય થી તેઓ અભિનયની દુનિયા થી બહાર છે પરંતુ તેઓમાં અભિનયની કળામાં ઉણપ નથી આવી. હાલમાં પોતાનાં પરિવાર સાથે મુંબઈમાં પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળીપૂર્ણ રીતે વિતાવી રહ્યા છે અને તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here