GUJARAT

દીવ જાવતો આ સ્થળોની મુલાકાત લેવાનું નહીં ભૂલતા, જો ભૂલી ગયા તો તમારી ટ્રીપ અધૂરી રહી જશે ! આ પાંચ સ્થળની લેજો મુલાકાત…

દીવ એક એવી જગ્યા છે જ્યા લોકો પોતાની રજાઓનો આનંદ માણવા માટે જતા હોય છે એટલું જ નહીં કહેવામાં આવે છે કે જો તમે ગોવા ન જઈ શકતા હોવ તો એક વખત દીવ જરૂર ફરિયાવુ જોઈએ કારણ કે તે ગોવા જેવું જ સ્થળ છે. તમને મિત્રો ખબર હશે કે દીવ-દમણ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે આથી ત્યાં ગુજરાતના નિયમો ચાલતા નથી આથી જ આપણે અહીં દારૂબંધી છે તો દીવમાં દારૂબંધી નથી આથી અનેક લોકો ગુજરાત માંથી ત્યાં દારૂની મેહફીલ માણવા પણ જતા હોય છે જયારે અનેક લોકો ત્યાં ફરવા જતા હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે દીવના એવા એવા ફરવાલાયક સ્થળો વિશે જણાવાના છીએ જ્યા તમે જશો તો તમારા પણ પૈસા વસુલ થઇ જશે. દીવની અંદર અનેક બીચો તથા મોટા મોટા ચર્ચો આવેલ છે તેમજ અનેક દીવાદાંડી તથા સનસેટ પોઇન્ટ આવેલ છે જે ખુબ નયનરમ્ય છે.તો તમે આ જગ્યાઓના નામ વિશે જાણી લ્યો જેથી તમારે દીવ જવું હોય તો ફરવામાં આસાની રહે.

દીવમાં આવેલ નાયડાની ગુફા ફરવાલાયક સ્થળોમાં ખુબ પ્રચલિત છે, આ ગુફા દીવના કિલ્લા પાસે આવેલ છે. કહેવામાં આવે છે કે આ ગુફાની અંદરથી પોર્ટુગીઝ લોકોએ ગુફાની અંદરથી બાંધકામની સામગ્રીને લીધી હતી જેના લીધે ગુફામાં થોડીક જગ્યા રહી ગઈ હતી આ બાદ બીજા સ્થળની વાત કરીએ તો આની પછી નાગોયા બીચ આવે છે જે જ્યા વિશ્વભરના લોકો અહીં આવતા હોય છે અને આ બીચની મજા માણતા હોય છે, બીચની આજુબાજુ રિસોર્ટ મળી રહેતા સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહે છે.

દીવની અંદર બીચો તથા ચર્ચો તો અનેક છે અને સાથો સાથ અહીં ભગવાન મહાદેવનું ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે જાય છે, આ મંદિર દીવથી ત્રણ કિમિ દૂર આવેલ કુદમ ગામની અંદર આવેલ છે જે જેની પાંડવો દ્વારા રચના કરી હોવાની ઇતિહાસ છે.સૌંદર્ય વચ્ચે આવેલ આ મંદિર ભગવાન શિવની પાંચ શિવલિંગોને લીધે શ્રધાનું પ્રતીક માનવામાં આવે છે.

દીવનું સૌથી પ્રખાત સ્થળ વિશે જો વાત કરવામાં આવે તો તે છે દીવનો પ્રખ્યાત કિલ્લો, જુના પથ્થરોથી આ કિલ્લાની એવી રીતે રચના કરવામાં આવી છે કે જેને તોડવો અશક્ય કહી શકાય. કિલ્લાની રચના પણ એવી રીતે કરવામાં આવેલ છે કે કોઈપણ દુશમન હોય તેને પર કરવો અઘરો પડી જાય. કિલ્લાની મોટી મોટી દીવાલોથી તથા કિલ્લો એટલો વિશાળ છે કે તેની વિશાળતા જોઈ તમારું પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જાય. આ કિલ્લો પોર્ટુગીઝોએ 1953 ની અંદર બનાવ્યો હતો.

દીવની અંદર એક પ્રખ્યાત ચર્ચ પણ આવેલ છે કે જે ખુબ વિશાળ હોવાની સાથો સાથ ખુબ સુંદરતા ભરી પણ છે, આ ચર્ચનું નામ “સેન્ટપોલ ચર્ચ” છે, જે ખુબ સુંદર છે. દૂર દૂરથી લોકો આ ચર્ચને જોવા માટે અહીં આવે છે અને અનેક તસવીરો ખેંચીને યાદ કરે છે. આ ચર્ચને “અવર લેડી ઓફ ઇમેક્યુલેટ” ને સમર્પિત કરવામાં આવેલ છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!