Sports

સ્વદેશ પોહચ્યાં બાદ પેટ કમીન્સ એ Ipl ને લઈને આપ્યું એવુ નિવેદન કે જાણી તમારો ગુસ્સો ફાટી નીકળશે…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનની ફાઇનલ મેચ 7 જૂન, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે અને આ વખતે ભારત તરફથી રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ કેપ્ટનશિપ કરી રહ્યા છે.આ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાલમાં જ આઈપીએલ રમીને ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ખેલાડીઓએ આ વખતે માત્ર ડબલ્યુટીસી ફાઈનલ મેચ માટે આઈપીએલને સાઇડલાઈન કરી દીધી છે. તેમાં કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનું માનવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)એ ખેલાડીઓના સમય પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો એકાધિકાર ખતમ કરી દીધો છે. આ દરમિયાન, તેણે કહ્યું કે ભવિષ્યમાં ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કરતાં તેમની રાષ્ટ્રીય ટીમને વધુ મહત્વ આપવા માટે સમજાવવું ખૂબ જ પડકારજનક રહેશે. પેટ કમિન્સે કહ્યું કે,

“આઈપીએલે એક દાયકા પહેલા ક્રિકેટના લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું અને તેથી જ ટ્રેન્ટ બોલ્ટે તેના ન્યુઝીલેન્ડ ક્રિકેટ કરારને નકારી કાઢવા અને વિશ્વભરની T20 લીગમાં રમવાનું નક્કી કર્યું છે. થોડા સમયથી એવું જ લાગતું હતું કે આવું થવાનું છે, પણ હવે એવું થવા લાગ્યું છે. આપણે અત્યારથી જ આ અંગે સક્રિય થવું પડશે.

“અમે ઓસ્ટ્રેલિયા માટે શક્ય તેટલું વિશેષ બનાવવાનું છે. પરંતુ તે એક પડકાર બની રહેશે. આપણે આ વિશે વધુ ગંભીરતાથી વિચારવું જોઈએ. પેટ કમિન્સે WTC ફાઈનલ વિશે કહ્યું કે તે ઓસ્ટ્રેલિયાની પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત સામે રમવા માટે ઉત્સુક છે.

“અમે જ ભારતીય ટીમને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં લઈ ગયા હતા, જે મને લાગે છે કે ઘણા લોકો અત્યારે ભૂલી ગયા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ને કારણે હવે દરેક ટેસ્ટ શ્રેણી વધુ મહત્વની બની ગઈ છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!