EntertainmentGujaratIndia

ગુજરાતના ભજનસમ્રાટ હેમંત ચૌહાણને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા! સરકારી નોકરી છોડીને આ રીતે બન્યા ભજનિક…જાણો તેમના જીવન સંઘર્ષ વિશે

પ્રખ્યાત ભજન હેમંત ચૌહાણને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે ભજન કલાકાર હેમંત ચૌહાણ આજે પદ્મશ્રી એવોર્ડ સાથે તેમના વતન રાજકોટ પહોંચ્યા હતા. હેમંત ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેમંત ચૌહાણનું તેમના વતન રાજકોટમાં ઢોલ નગારા ના તાલે હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે મોટી સંખ્યામાં ભજનપ્રેમીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસરે હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે જે સંતોના શબ્દો તેમણે ગાયા છે તેમને આ એવોર્ડ મળતા તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું સંતોની વાણી ગાઇ એટલા માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. હેમંત ચૌહાણે અત્યાર સુધી તેમણે લગભગ 6000 જેટલા ભજનો ગાયા છે. તેમજ અનેક કાર્યકર્મો પણ કર્યા છે.


ચાલો અમે આપને જણાવીએ કે આખરે કઈ રીતે હેમતજી આ સફળતાના શિખરે પહોંચ્યા. ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનું કાનપર નામનાં એવા ગામમાં જન્મેલા હેમંતભાઈના નાં ઘરમાં પહેલે થી જ શાસ્ત્રો, રામાયણ, મહાભારત અને વેદો ભજનો થી ઘરનું વાતાવરણ હંમેશા ભક્તિમય રહેતું તેમના પિતાઅને માતા પરમ ભક્ત હતા ને તેમનો વારસો હેમંત ભાઈ સાચવ્યો. રાજાભાઈ અને પુત્રવધુ સોનાબેને આ વારસો સંભાળ્યો. રાજાભાઈને ઘરે પાંચ સંતાન – ચાર દીકરા અને એક દીકરી. ચારમાંથી એક દીકરાનું નામ હેમંત.

હેમંતભાઈનો જન્મ 1955માં થયો. ઘરનું વાતાવરણ સંગીતમય હોવાથી તેમને ભજનો પ્રત્યે ખૂબ લગાવ. નિશાળમાં 1 થી 10 આંકડા બોલતા નહોતા આવડતા તે સમયે પણ શિક્ષક સામે તેઓએ બે લોકગીતો કંઠસ્થ કરીને સંભળાવ્યા હતા.રે એક સંગીત અકાદમીમાં પ્રવેશ લઈને શાસ્ત્રીય તાલીમ લીધી. કહેવાય છેને કે જીવનમાં ક્યારે શુ બને તે કોઈ નથી કહી શકતું.

વર્ષ1974માં અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડીગ્રી મેળવી પછી એક સરકારી વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં કારકુન તરીકે જોડાયા. બે વર્ષ તેમણે રાજકોટની સંગીત નાટ્યભારતની સંસ્થામાં તાલીમ પણ લીધી. તેમના મનમાં તો સંગીત પ્રત્યે જ લગાવ હતો અને આજ કારણે તેમને ફરીથી સંગીત સાથે જ લગની લગાવી.રજાના દિવસોમાં તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ત્યાંના સંતોને, લોકગાયકોને અને ડાયરાના કલાકારોને મળતા.

આકાશવાણીમાં જે લોકગીતો આવતાં તે પોતાની નોટબુકમાં લખીને પોતાની રીતે ગાતા.હેમંતભાઈએ પોતાની ભજનયાત્રા રેડિયોથી શરૂ કરી. શરૂઆતમાં આકાશવાણીના કાર્યક્રમો મળ્યા પછી નાનામોટા લાઈવ ભજનના કાર્યક્રમો મળવા લાગ્યા. પછી નાનામોટા લાઈવ ભજનના કાર્યક્રમો મળવા લાગ્યા. ત્યારબાદ લોકડાયરા અને ભજનસંધ્યાના મોટા કાર્યક્રમોની વણઝાર લાગી. દરમિયાન તેમના વિવાહ લીલાબેન સાથે થયા.

લીલાબેનના આગ્રહથી વર્ષો સુધી હેમંતભાઈએ રાત-દિવસ મહેનત કરી. રાત્રે કાર્યક્રમ અને દિવસે નોકરી. ભજનના કાર્યક્રમો તો હંગામી આવક આપે પણ જો નોકરી કરતા હોઈએ તો દર મહિને પગાર મળે અને નિત્ય આવક થતી રહે, આવું 12 વર્ષ ચાલ્યું પછી એક દિવસ કચેરીમાં હેમંતભાઈ બેઠા હતા. અચાનક કંઈક યાદ આવતા ખાનામાંથી એક ભજનની ચોપડી કાઢી અને ભજન ગાવા લાગ્યા. ત્યારે તેમના સાહેબ કહ્યું.

“મિસ્ટર ચૌહાણ, કાં ભજન ગાવાનું રાખો,જાં નોકરી કરવાનું રાખો. બંને સાથે તો કેમ થાય?”હેમંતભાઈએ આ વાત સમજાઈ. સાંજે ઘરે આવ્યા અને બીજા દિવસથી કચેરી જવાનું છોડી દીધું. કચેરીએ રાજીનામું મોકલીને ભજને ખોળે શરણ લીધું અને એજ નિણર્યને કારણે પદ્મશ્રી એવોર્ડ અપાવ્યો. જેમાં સંતોની વાણી તેમને લેખે લાગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here