Sports

ઓસ્ટ્રેલિયાના આ એક પ્લેયરની હરકતને લીધે સૌ કોઈ થયું આગ બબુલા ! શું icc પગલાં લેશે? જાણો શું છે પૂરો મામલો…

ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાની ટીમે આસાનીથી હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ માર્શનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ 2023 ટ્રોફી જીત્યા બાદ મિશેલ માર્શનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને આરામ કરી રહ્યો છે. તેની આ હરકતથી તેના ચાહકો ગુસ્સે થઈ ગયા હતા અને તેને ઉગ્ર ઝાટકણી કાઢી હતી.

એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ લોકો ટ્રોફીને લાયક નથી. તેઓએ તેનું સન્માન કરવું જોઈએ. આ ખૂબ જ શરમજનક છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે તેમને ટ્રોફીનું સન્માન કરવું જોઈએ. એક યૂઝરે લખ્યું છે કે ODIમાં ઓસ્ટ્રેલિયાની આ છેલ્લી ટ્રોફી છે.ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 47 રન બનાવ્યા, પરંતુ તે આઉટ થતાં જ ભારતીય બેટ્સમેનો દબાણમાં આવી ગયા અને મુક્તપણે રમી શક્યા નહીં. વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 66 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા હતા અને તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!