પંચર નુ કામ કરતા એક સાધારણ વ્યક્તિ આવી રીતે બન્યા IAS ઓફિસર ! હાલ ગુજરાત ના…
આપણા ગુજરાતીમાં કહેવત ચેને કે,સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય… આ કહેવત પોતાના જીવન સંઘર્ષ દ્વારા ખરી સાબિત કરી દીધી છે વરુણકુમાર બર્નવાલે.હવે તમેં વિચાર કરી શકો છો કે, પંચર કરનાર યુવક કંઈ રીતે આઈ.એ.એસ ઓફિસર બનેલ હશે.મહારાષ્ટ્રના પાલઘર તાબેના બોયસર ગામના વરુણકુમારએ જીવનમાં ખૂબ જ કપરો સમય વેઠયો છે. જેમનાં જીવનમાં અંધારું હોય એને ઉજ્જવળ ભવિષ્યની આશાઓ હોય છે.
વરુણના પિતા સાઈકલના પંચરની નાની દુકાન ચલાવતા. માતા અભણ ગૃહિણી. ઘરમાં પાંચ ભાઈ-બહેનોમાં વરુણ સૌથી મોટો. એક બહેનના લગ્ન થઈ ગયા અને એક બહેન ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ થાય. 2006ની સાલ હતી. વરુણ ધોરણ-10 માં હતો. 21મી માર્ચે પરીક્ષા પુરી થઈ અને 24મી માર્ચે તેના પિતાનું હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું. કુટુંબ ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં વરુણની પણ જિંદગીની કપરી પરીક્ષા જાણે કે શરૂ થઈ.
વરુણ સૌથી મોટો હોઈ ઘર ચલાવવાની જવાબદારી તેના ઉપર આવી પડી. પિતાના નિધન પછી દોઢ-બે મહિના થયા ત્યાં ધોરણ-10નું રિઝલ્ટ આવ્યું, જેમાં 89% સાથે વરુણ સમગ્ર સ્કૂલમાં પ્રથમ અને ગામમાં દ્વિતીય નંબરે પાસ થયો. કુટુંબની જવાબદારીને લીધે આગળ અભ્યાસ તો કરવાનો નહોતો.
પરિવારે અરુણનો આગળનો અભ્યાસ કોઈપણ ભોગે ચાલુ રાખવો. માતાએ દુકાન સંભાળી. નાની બહેને પણ ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ બનવાની ખાતરી આપી..તારાપુર વિદ્યાલયમાં એડમિશન ફોર્મ તો ભરી દીધું હતું પરંતુ ફી ભરવાના દસ હજાર રૂપિયા નાં હતા.
કહેવાય છે ને ભગવાન કોઈના કોઈ રૂપે આપણી મદદે આવે છે, તેમના પિતાની સારવાર કરનાર ડોક્ટરે દસ હજારની સહાય કરી. વરુણનો 11-12નો અભ્યાસ અને સાથે જ જીવન સંઘર્ષ પણ શરૂ થયો. ધોરણ-12 પછી વરુણે પુણે જઈ એન્જીનીયરીંગ કરવાનું નક્કી કર્યું. CETની પરીક્ષા આપી જેમાં 79% આવ્યા. પૂણે જઈને રહેવા-જમવા તથા ફી ભરવા એકાદ લાખ રૂપિયા જોઈએ..! માતાએ રોજના સો-સો રૂપિયા બચાવી 60,000 જેવી રકમ ભેગી કરેલી. બહેને પણ ટ્યુશન કરી બચાવેલા દસ-પંદર હજાર રૂપિયા આપી દીધા. વરુણ પણ ટ્યુશન કરી બચત કરતો જે કામ આવી. થોડી સાગા-સંબંઘીઓએ પણ મદદ કરી.
વરુણ પૂણેમાં એન્જિનિયરીંગમાં 86% મેળવી યુનિવર્સિટી ટોપર બન્યો. પછી એન્જીનીયરીંગ સર્વિસીસની તૈયારી કરવાનું વિચાર્યું તો કેટલાક લોકોએ કહ્યું કે તો પછી સિવિલ સર્વિસીસની જ તૈયારી કરાયને.અને વરુણે દેશની સૌથી મોટી પરીક્ષા UPSC આપવાનું નક્કી કર્યું. એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી નોકરી તૈયાર હતી. એપોઇન્ટમેન્ટ ઓર્ડર ઘરે આવી ગયેલો.13 જાન્યુઆરીએ આ નિર્ણય લીધો અને 26 મેના રોજ પ્રિલીમ આપી, પ્રથમ પ્રયત્નમાં જ પાસ કરી બતાવી. પછી તો રાજ્યશાસ્ત્ર ઓપ્સનલ વિષય લઈ મેઇન્સ આપી અને એમાં પણ પાસ થયો. અને પછી મૌખિક ઇન્ટરવ્યૂ આપી આખા દેશમાં 32માં રેન્ક સાથે 2015માં UPSC પાસ કરી.આજે વરુણ બર્નવાલ ગુજરાતમાં ડેપ્યુટી કલેકટર તરીકે પોતાની ફરજ બજાવે છે.