ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં એવા ઘણાય કલાકારો છે, જેમની સાથે ગુજરાતીઓ ખૂબ જ જોડાયેલ છે. આજે આપણે એક એવા જ કલાકાર વિશે જાણીશું જેમનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ એટલું જ લોકપ્રિય છે. ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી એ સૌથી લોકપ્રિય કલાકારો ની યાદીમાં મોખરે છે. આજે આપણે તેમના આલીશાન અને અતિ ભવ્ય એવા સ્વર બંગલા વિશે જાણીશું. ઘણા ઓછા લોકો તેમના આ ઘર વિશે ખ્યાલ હશે. આજે આપણે કીર્તિદાન ગજવી જે ઘરમાં રહે છે, તે ઘર કોને બનાવ્યું છે અને કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, તમામ માહિતી આપને આપીશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજે વિદેશોમાં કીર્તિ દાન ગઢવી પર ડોલર નો વરસાદ થાય છે. હવે વિચાર કરો જવા વ્યક્તિ લોકપ્રિયતા એટલી હોય તો વાસ્તવિકતા જીવનમાં તેનું જીવન કેટલું વૈભવશાળી જીવન જીવે છે, તે આપણે જોઈએ છે. હાલમાં જ્યારે તેઓ વિદેશ પ્રવાસ થી ઘરે આવ્યા ત્યારે તેમનું ઘર અતિ શાનદાર અને ભવ્ય છે. ત્યારે ખરેખર આ ઘર વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું કે આ ઘર અંદર શું શું ખાસિયત છે?
ગુજરાત ભરમાં જે રીતે કીર્તિદાન ગઢવી તેમના મધૂર સ્વરના લીધે લોકપ્રિય છે એવી જ રીતે તેમના પોતાના રાજકોટ માં આવેલ નિવાસ સ્થાનનું ના પણ ‘સ્વર’ રાખ્યું છે. લોકગીત અને ભજન ડાયરામાં પોતાના કંઠથી શ્રોતાઓને ડોલાવી દેતા કીર્તિદાન ગઢવીએ પોતાના ઘરને પણ અંદર થી ખૂબ જ આકર્ષિત રીતે ડિઝાઈન કર્યું છે. જો કે ઘરમાં આધુનિક સુવિધાઓની સાથે અન્ય ખૂબ જ ખાસ બનાવમાં આવેલું છે.
ફેબ્રુઆરી-2016માં નવા ઘરના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ સંતો-મહંતોને આર્શિવાદ માટે તેમની પધરામણી કરવામાં આવી હતી. કીર્તિદાન ગઢવીનું આ ઘર રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
આ સ્વર બંગલાની શું ખાસિયત છે, તેના વિશે આપને જણાવીશું!સ્વર બંગલો ને ખુબ જ આગવી રીતે ડીઝાઈન કર્યું છે. ઘરમાં તમામ પ્રકારની આધુનિક સુવિધા છે. આ ઘરમાં અનોખા પ્રકારનું ઇન્ટરિયર કરવામાં આવ્યું છે સાથે જ ઘરમાં નેચરલવૂડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘર જેટલું બહાર થી આકર્ષક રીતે દેખાય છે, એટલું જ ઘર અંદર થી વધુ સુંદર છે. આ ઘરની ડીઝાઇનની વાત કરીએ તો ઘરમાં પ્રવેશની સાથે જ મેન ગેટને નેચરલ વૂડ તેમજ ગ્લાસ હેન્ડલ સાથે ડીઝાઈન કરવામાં આવ્યું છે.
બંગલામાં એન્ટ્રી થતાં લાઈટીંગ સાથે દેસી ઢબથી વૂડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.બંગલામાં એક આલિશાન થિયેટર પણ બનાવવામાં આવેલું છે. તેમજ ઘરની અંદર ડાયનિંગ ટેબલને પણ જુદી રીતે ડીઝાઈન આપવામાં આવેલી છે. દીવાલોને બુદ્ધના ગ્રાફિક્સથી તૈયાર કરવામાં આવી છે. આ ઘર ખૂબ જ કુદરતી સાનિધ્ય થી એટલે કે, નાના પ્લાન્ટ અને ગ્રીન ગાર્ડન થી ઘેરાયેલ છે. આ ઘર ની આગળના ભાગમાં જ ખૂબ જ આકર્ષિત રીતે સ્વર નામ લખવામાં આવ્યું છે.કીર્તિદાન અંગત જીવન પર વાત કરીએ તો ગઢવીનો જન્મ અને ઉછેર ગુજરાતના આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો.
કીર્તિદાનને બી.આઈ. મહંત અને રાજેશ કેલકરની આગેવાની હેઠળ , એમએસ યુનિવર્સિટી , વડોદરાની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીતમાં બીપીએ અને એમપીએ પ્રાપ્ત કર્યા . 2015 માં જામનગર , ગુજરાત ખાતે ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યૂ કર્યું હતું જેણે રૂ 4.5 કરોડ એકત્ર કર્યા હતા “લાડકી”, “નગર મેં જોગી આયા” અને “ગોરી રાધા ને કાલો કાન” તેમના લોકપ્રિય ગીતોમાં સામેલ છે.તેમને યુ.એસ.માં “વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન , યુએસએના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા .પરિવારમાં તેમના બે દીકરાઓ અને પત્ની સાથે આજે આ આલીશાન ઘરમાં જ રહે છે.