બે મહીના બાદ મંદિર ના ભંડાર ખોલતા આટલા રુપીયા નીકળ્યાં કે સૌની આખો ફાટી ગઈ
આપણે એવા ઘણાય મંદિરો અને જગ્યાઓ વીશે સાંભળતા હોઈએ છે, જ્યા દાન ધર્મ ની પેટી રાખવામાં આવતી હોય છે, ત્યારે જ્યારે આ ભંડારો ખોલવામાં આવે છે, ત્યારે એટલી સંપત્તિ ભેગી થાય છે કે, તમે વિશ્વાસ ન કરી શકો. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે,હાલમાં જ એક એવી ઘટના બની છે કે, બે મહીના બાદ મંદિર ના ભંડાર ખોલતા આટલા રુપીયા નીકળ્યાં કે સૌની આખો ફાટી ગઈ. આ સત્ય ઘટના છે અને આ ઘટના ક્યાં બની છે, એ અમે આપને જણાવિશું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનમાં આવેલ પ્રખ્યાત કૃષ્ણધામ શ્રી સાવરીયાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, લાખો ભાવિ શ્રદ્ધાળુઓ શ્રી સાવરીયા શેઠના દર્શન કરવા માટે આવે છે..આ મંદિરનો પોતાનો એક ઇતિહાસ છે અને અહીં આ મંદિર દાનના ખૂબ જ આગળ છે, આ મંદિરમાં આવતા દરેક ભક્ત હ્દયપુર્વક ખોબલે ખોબલે દાન કરે છે.હાલમાં જ આ મંદિરના બે મહિના પછી જ્યારે ભંડારના દ્વાર ખુલ્યા તો લગભગ ભંડારમાંથી 5 કરોડ 94 લાખ 5 હજાર 300 રૂપિયા નિકળ્યા છે .
માત્ર ભંડારો જ નહીં પરંતુ મંદિર મંડળ કાર્યાલયમાં ભેટ સ્વરૂપ 2 કરોડ 3 લાખથી વધુ રાશિ અલગથી પ્રાપ્ત થઇ છે. તમને જણાવી દઈએ કે મંદિર મંડળ કાર્યાલયથી મળેલ જાણકારી અનુસાર સાવરીયા જી મંદિરનો ભંડાર દિવાળીના કારણે તે ચતુર્દશી પર ખોલવામાં આવતો નથી અને તે વર્ષોથી આ જ પરંપરા રહી છે.આ સિવાય હજું પણ છ કોથળામાં ભરેલ નોટોની ગણતરી કરવાની બાકી છે. દાન ના સ્વરૂપમાં ભંડાર તથા મંદિરના કાર્યાલયમાં પ્રાપ્ત આભૂષણોને તોલવાના પણ બાકી છે.
એવામાં આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ મંદિરને દાન કેટલું બધું મળતું હશે અને અહીં આવતા ભક્તોની સંખ્યા પણ કેટલી બધી હશે.સાવરીયાજી ચોરાહા ઉપર આવેલ પ્રાગટ્ય સ્થળ મંદિરમાં બે મહિના પછી ખોલેલ ભંડારથી લગભગ 38 લાખ 50 હજાર ત્રણસો 340 રૂપિયાની રાશિ પ્રાપ્ત થઈ છે.આ દાનની રકમ એ પ્રભુ ભક્તિની ઉત્તમ ઉદાહરણ છે.આ એજ સ્થાન છે, જ્યા મીરાંબાઈ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી હતી અને આ મંદિરમાં એજ ક્રુષ્ણ મુર્તિ છે.