આ જગતમાં દરેક વ્યક્તિને અલગ અલગ કલા આપી છે પણ એક એવી કલા આપી છે, જે દરેક સામાન્ય વ્યક્તિઓમાં જોવા મળે છે, આ સિવાય માત્ર માણસોમાં નહીં પણ આ વિડિયો જોશો ત્યારે તમને સમજાશે કે પ્રાણીઓમાં પણ આવું જોવા મળે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે, સાંપે મરવાનું એવુ નાટક કર્યુ કે વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો.ખરેખર આમ પણ સોશિયલ મીડિયામાં અનેક રમુજી વીડિયો વાયરલ થતા હોય છે પણ આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય.
દરેક વ્યક્તિમાં કોઈને મૂર્ખ બનાવવાની કળા હોય છે, ત્યારે હાલમાં જ આવી એક કળા તમને સાપ જોવા મળે છે. આમ પણ આપણે ફિલ્મોમાં કલાકારોની તો કલાકારી જોવા મળતી જ હોય છે, ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.સાપની એક્ટિંગ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને પોતાને તેના ફેન બનવાથી રોકી નહીં શકો અને જ્યારે આ જોશો ત્યારે તમે મોહી જશો.
ખરેખર આ વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે આ ફની વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા રંગનો એક સાપ મરી ગયો હોય તેવું લાગી રહ્યું છે, આ સાપ કોઈ જંગલ નો નહીં પણ પાલતું છે અને જ્યારે કોઈ વ્યક્તિ તેને આંગળીથી સ્પર્શ કરે છે, ત્યારે તે પીડા અને મરવાની એક્ટિંગ કરે છે અને તેમને જોતાં જ એક પળમાં એવું લાગે કે, આ સાપ મરી ગયો છે.આ સાપ જેવી રીતે કરી રહ્યો છે, તે જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
જ્યારે આ સાપ મૃત અવસ્થમા જોવા મળે છે, ત્યારે સાપ પણ પીઠ તરફ વળે છે, તેને જોઈને એવું લાગતું નથી કે તે માત્ર મૃત્યુની એક્ટિંગ કરી રહ્યો છે.સાપનો આ વીડિયો વાઈરલહોગ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર સાપને જોયા બાદ લોકોએ તેને એક્ટિંગ માટે ઓસ્કાર આપવાની માંગ પણ કરી હતી. વીડિયોમાં સાપની એક્ટિંગ જોઈને તેને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ હસવા લાગે છે. સાપની આ શાનદાર એક્ટિંગ પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.આ સાપ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે, અને આ જોઈને તમે બસ વારંવાર આ વીડિયો જોયા જ કરશો.