Sports

ધોની બાદ હવે આ ખિલાડી સાંભળશે CSK ની કેપ્ટનશિપ! ધોની જેટલો જ શાંત અને ચાલાક… જાણો કોણ?

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ધોનીએ એમ પણ કહ્યું હતું કે તે તેની છેલ્લી મેચ ચેન્નાઈમાં જ રમશે. જોકે ધોની IPLની 16મી સિઝનમાં CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ધોનીની વધતી ઉંમરને કારણે સીએકે પણ તેના નવા કેપ્ટનની શોધ શરૂ કરી દીધી છે. CSKએ ગત સિઝનમાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ તેની કપ્તાની હેઠળ CSKનું પ્રદર્શન સારું રહ્યું નહોતું, ત્યારપછી જાડેજાએ IPLની અધવચ્ચે જ પોતાની કેપ્ટન્સી છોડી દીધી હતી અને ધોનીએ ફરીથી કેપ્ટનશિપ સંભાળી હતી. હવે આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને CSKના વર્તમાન કોચ માઈકલ હસીએ એક મોટું નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં, માઈકલ હસીએ કહ્યું છે કે CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટન બનવાની તમામ ગુણવત્તા છે અને તે ધોનીનું સ્થાન લઈ શકે છે. ‘ઋતુરાજ ગાયકવાડ’ના વખાણ કરતા હસીએ કહ્યું કે ધોનીની જેમ તે પણ શાંત સ્વભાવનો છે અને તે દબાણની સ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરે છે. તેની પાસે ટીમનું નેતૃત્વ કરવા માટે સારી ગુણવત્તા છે. તેઓ એવી વસ્તુઓ પણ પકડે છે જે અન્ય ખેલાડીઓ જોઈ શકતા નથી. તેનામાં સારા કેપ્ટન બનવાના તમામ ગુણો છે.

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગાયકવાડે પણ આ ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા હતા. તેણે ત્રણ સદી ફટકારી અને એક 7 બોલમાં 7 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો. આવી સ્થિતિમાં ધોની બાદ ઋતુરાજ ગાયકવાડ CSKનો નવો કેપ્ટન બની શકે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!