એક એવું મંદિર જ્યાં ભક્તોની મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે હનુમાન દાદા.
આપણે ગુજરાત થી લઈને દેશના દરેક ખૂણે ચિરંજીવી હનુમાન જી નો મહિમા ગવાય છે, ત્યારે આપણે અનેક હનુમાનજીના દર્શન કર્યા છે પરતું આજે આપણે એક અતિ ચમત્કારી અને દિવ્ય લીલાઓ કરતા હનુમાનજી મંદિરનાં ઇતિહાસ વિશે જાણીશું. એવા જ એક થાનક ની જ્યાં દાદા બજરંગી આદિકાળ થી બિરાજમાન છે અને લોકો ના દુખ તેમજ કષ્ટો ને હરે છે.
ઉત્તરાખંડના ગઢવાલ જીલ્લામાં મા આવેલ કોટદ્વાર નુ સીધ્ધબલી હનુમાન મંદિરની જ્યાં એવી માન્યતા છે કે ત્યાં જનારા દરેક ભક્તો ને મનોવાન્ધિત ફળ દાદા બજરંગબલી આપે છે. અહિયાં રોજબરોજ લાખો ભક્તજનો દાદા ને દર્શનાર્થે આવે છે અને મનોવાન્વિત ફળ ની પ્રાપ્તિ કરે છે.અહિયા ની એક બીજી ખાસિયત એ છે કે ભક્તો ની મનોકામના પૂરી થતા ભંડારો કરવામાં આવે છે અને ભંડારા માટે પણ અહિયાં અગાવ તારીખો લેવી પડે છે તો પણ વારો નથી આવતો.
આ મંદિરનો ઇતિહાસ રુળો છે, જાણે વરસો પહેલાની વાત છે જ્યારે એક સાધુ મહારાજ રેહતા હતા અને તે બજરંગબલી આરાધના કરતા હતા અને થોડા સમય પછી હનુમાનજી મહારાજ એમની ભક્તિ થી ખુશ થઇ ને વરદાન રૂપે દિવ્ય દૃષ્ટિ આપી. દિવ્ય દૃષ્ટિ મળ્યા બાદ તે સાધુ સીધ્ધબલી બાબા નામે પ્રખ્યાત થવા લાગ્યા. તેમના હાથો થી જ અહિયાં હનુમાનજી • મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
આ તે વખત ની વાત છે જયારે ભારત ગુલામી ની ઝંઝીરો માં કેદ હતું અને ત્યાં ના એક મુસ્લિમ અધિકારી આ ઘાટી માથી પસાર થયા અને એમને મંદિર પાસે જ રાતવાસો કર્યો. રાત ના તેમના સપનામાં બજરંગબલી રામદૂત આવ્યા અને કહ્યું કે સીધ્ધબલી બાબા ની સમાધિ પાસે એક મંદિર બનાવવામાં આવે તો સારું.
આ જોઈ મુસ્લિમ અધિકારી જાગી ગયા અને સવાર પડતા જ ત્યાં ના સ્થાનિક લોકો ને એકત્રિત કરી આ સપના વિશે જણાવ્યું અને મંદિર નુ નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું. એ સમયે મંદિર નાનું હતું પણ તે જ નાનું મંદિર અત્યારે બહુ મોટા બાંધકામ માં ફેરવાય ગયું છે. રોજ લાખો લોકો અહિયાં આવે છે અને શ્રીફળ, ગોળ તેમજ પતાસા નો ભોગ ધરી પ્રસાદી ગ્રહણ કરે છે. આપણાં દેશમાં અનેક એવા હિન્દૂ મંદિર આવેલ જે અનોખી આસ્થાનું પ્રતીક છે.