ભગવાન રામ ના વંશજ છે જયપુર નો આ રાજપરિવાર ! જીવે છે આવુ રોયલ જીવન કે….
આ જગતમાં વંશ પરંપરા આદિ અનાદિ કાળ થી ચાલી રહી છે, ત્યારે આજે અમે આપને જણાવીશું ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના વંશજો વિશે! હા આ વાત સત્ય છે, અને આ અંગે તેમને પુરાવાઓ રજૂ કર્યા છે. જયપુરમાં રહેતા રાજવી શાહી પરિવારે રામ ભગવાનના વંશજો હોવાનો દાવો કર્યો હતો. જયપુરના રાજવી પરિવારે પોતાને રામ ભગવાનના વંશજ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની 310 મી પેઢી છે.
આ વાત ત્યારની છે, જ્યારે વાસ્તવમાં અયોધ્યા વિવાદ દરમિયાન જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી. ત્યારે જજે વકીલને પૂછ્યું હતું કે, ભગવાન રામનો કોઈ વંશજ છે? આ અંગે વકીલે કહ્યું હતું કે, અમને ખબર નથી.જ્યારે આ વાત મીડિયા સામે આવી ત્યારે જયપુરના રાજવીઓએ દાવો કર્યો હતો કે તેઓ રામ ભગવાનના વંશજો છે અને તેઓ ભગવાન રામના સૌથી મોટા પુત્ર કુશ તરીકે ઓળખાતા કુશવાહા વંશના વંશજો છે.
આ વાત એ સમયની છે, જ્યારે શ્રીરામએ પોતાના પુત્રો લવ-કુશને રાજા બનાવ્યા. તેમણે લવને શ્રાવસ્તી અને ઉત્તર કૌશલ તથા કુશને કુશાવતીના રાજા બનાવ્યા હતા અને રાજા કૃશનાં વંશજો તરીકે જયપુરના શાહી પરિવાર છે.આ વાત અંગે તેમને કોર્ટમાં દાવા રજૂ કર્યા અને કહ્યું કે, મહારાજા સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા પુત્ર કુશના 289મા વંશજ હતા. આ પુરાવામાં ભગવાન રામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમશ નોંધવામાં આવે છે.
ટૂંકમાં રામ વંશાવાલી નો આંબો હતો. આ વંશાવલી મુજબ જાણવા મળ્યું છે કે,જય સિંહ અને 307 મા વંશજ તરીકે મહારાજા ભવાની સિંહ બિરાજમાન થયા અને ત્યારબાદ અયોધ્યા જયપુરના મહારાજા સવાઈ જય સિંહ બીજા હેઠળ હતુ.ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે,21 ઓગસ્ટ, 1921ના રોજ જન્મેલા મહારાજ માનસિંહના ત્રણ લગ્ન થયા હતા.
પહેલી પત્ની હતી મારુધર કંવર, બીજી પત્ની કિશોર કંવર અને ત્રીજી પત્ની ગાયત્રી દેવી હતી. મહારાજા માનસિંહ અને તેમની પ્રથમ પત્નીના પુત્રનું નામ ભવાની સિંહ હતું. ભવાની સિંહના લગ્ન રાજકુમારી પદ્મિની સાથે થયા હતા પરતું તેમને કોઈ જ પુત્ર ન હતું અને તેમની એક દીકરી નું નામ છે અને નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા છે. દિયાના મોટા પુત્રનું નામ પદ્મનાભા સિંહ અને નાના પુત્રનું નામ લક્ષ્યરાજ સિંહ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, મહામહિમ ભવાની સિંહ તેમના અંતિમ મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો, તેથી 2002માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો અને તેમને જ શાહી પરિવારની રાજગાદી સોંપી અને પોતાની રિયાસત સોંપી અને આજે પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરા સફળતાપૂર્વક ચલાવે છે. પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય કક્ષાના પોલો પ્લેયર પણ છે. તેમણે તેમની પ્રોપર્ટીને અત્યારે તાજ હોટલ ગ્રુપને આપેલી છે અને તમે જયપુર આ મહેલના મહેમાન બની શકો છો. એવું કહેવાય છે કે આ પરિવારની સંપત્તિ 20 હજાર કરોડથી વધારે છે.