નેતાજી ઑઆ શોખ થોડા ઉંચા છે ! મુંબઈના કપડા , ઘડીયાળ અને શુઝ બ્રાન્ડેડ અને કાર….
આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે ગુજરાત ના સી.એમ બદલાયા છે એવી જ રીતે પંજાબ ના સી.એમ ને પણ બદલામા મા આવ્યા છે પંજાબ ના નવા સી.એમ હવે ચરણજીત સિંગ ચીન્ની બની ગયા છે અને સાથે જ બે ડેપ્યુટી સી.એમ ના ફોર્મ્યુલા મા પંજાબ મા બે ડેપ્યુટી સી.એમ રહેશે. જેમાં એક ઓમ પ્રકાશ શોની અને બીજા સુખવિંદર સિંગ રંધાવા છે.
ત્યારે આપણે પંજાબ ના નવા ડેપ્યુટી સી.એમ ની વાત કરીએ તો તેની પર્સનલ લાઈફ ઘણી રોચક છે. Asiannet news hindi ના એક એહવાલ મુજબ તેવો કપડાના ખુબ શોખીન છે અને તેના કપડા મુંબઈથી બને છે અને તેની ઘડીયાર અને શુઝ પણ બ્રાંડેડ હોય છે.
ઓમ પ્રકાશ શોની અમૃતસર સર ના સેન્ટ્રલ સીટ પર ના ધારાસભ્ય છે. જેવો પહેલા અમૃતસર ના મેયર રહી ચુક્યા છે. તે મૂળ ભીલોવાલ પક્કા ગામનો રહેવાસી છે. તેણે અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે .ઓ.પી સોનીએ 1997 માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી તેઓ કોઈ ધારાસભ્યની ચૂંટણી હાર્યા નથી. દેખાવ ઓપી સોની જેવા સરળ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખાસ શોખીન છે. તેવો ઘણી ચીજ વસ્તુઓ બ્રાંડેડ વાપરે છે.
ઓપી સોની કપડા ની બાબત મા ઘણા શોખીન છે તેવો ખાસ કરીને બ્રાંડેડ કપડા પસંદ કરે છે અને હંમેશા રોયલ લુક મા જ હોય છે તેવો ખાસ કરી ને સફેદ કપડા મા વધુ જોવા મળે છે. તેવો કપડા નો ઓર્ડર હંમેશા મુબઈ મા આપે છે. મુંબઈના માધવન મેન્સ મેડસ ડિઝાઇનર દ્વારા ખાસ ઓર્ડર પર બનાવવામાં આવે છે. માધવન મેન્સ મેડ્સ એક એવા ડિઝાઈનર છે જેના કપડાં બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે. તેમની શૈલી અને શાહી દેખાવ સમગ્ર પંજાબમાં જાણીતો છે
આ ઉપરાંત જો કાર ની વાત કરવામા આવે તો હંમેશા તેની સાથે લક્ષરીયસ ગાડીઓ હોય છે જેમા ખાસ કરીને ટોયટા, મર્સિડીઝ જેવી ગાડીઓ હોય છે અને તેની ગાડી નો નંબર 0011 હોય છે. કપડાં ઉપરાંત તેમની તમામ વસ્તુઓ પણ બ્રાન્ડેડ છે. તેને ઘડિયાળમાં રોલેક્સ વધુ ગમે છે. શુઝ ની વાત કરીએ તો તેમની પસંદગી વુડલેન્ડ, વી-એફ કોર્પોરેશન, બરબેરી, એડિડાસના છે.