રસીક દવે ના મૃત્યુ ના ત્રણ જ દિવસ ની અંદર કેતકી દવે એ પતિની અંતિમ ઈચ્છા આવી રીતે પુરી કરી…
પતિ અને પત્ની હોય તો આવા! જીવનના પતિના મુત્યુ બાદ પણ હસતા મુખે પોતાનું દુઃખ ભૂલીને લોકોને હસાવ્યા.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું 65 વર્ષની ઉંમરમાં 29 જુલાઈના નિધન થઈ ગયુ.રસિક દવે છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારી હતી. રસિક એ છેલ્લા શ્વાસ લેતી વખાતે પત્ની કેતકી દવેને કહ્યું હતું કે તેમને કંઈ પણ થઈ જાય, પરંતુ તે ક્યારેય પોતાનું કામ બંધ કરશે નહીં. શો મસ્ટ ગો ઓન.
પતિની આ છેલ્લી ઈચ્છાને માન આપીને કેતકી દવેએ પતિના મોતના ત્રીજા જ દિવસે મુંબઈના ઘાટકોપરના ખીચોખીચ ભરેલા હોલમાં નાટક ‘ખેલ ખેલે ખેલૈયા’માં પર્ફોર્મ કર્યું હતું.આ નાટક નાં નિર્માતા કિરણ ભટ્ટે કહ્યું હતું, ‘રસિક હંમેશાં કહેતો કે મને કંઈ થાય તો પણ શો ક્યારેય કેન્સલ કરતો નહીં. આ જ વાત રસિકે કેતકીને પણ કહી હતી કે તે પણ ક્યારેય કોઈ શો કેન્સલ નહીં કરે. રસિક હંમેશાં શો મસ્ટ ગો ઓનમાં માનનારો હતો. 27 દિવસની અંદર આ નાટકના અત્યાર સુધી 26 જેટલા શો યોજાઈ ગયા છે.
કેતકીએ રસિક દવેનાં અંગત જીવનની વાત કરીએ તો બંનની પહેલી મુલાકાત ‘1979માં એક નાટક દરમિયાન અમારી મુલાકાત થઈ હતી અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ અમે અઢળક નાટકોમાં કામ કર્યું હતું અને ટીવી શો પણ સાથે કર્યા હતા. અમે પ્રેમમાં પડ્યા અને 1983માં અમે લગ્ન કર્યા હતા. રસિક ઘણો જ ડાઉન ટુ અર્થ રહેતા. તે હંમેશાં મને જીવનના ચઢાવ-ઊતારનો સામનો કરવાની હિંમત આપતા. લગ્નના 40 વર્ષ રસિક સાથે ઘણાં જ ખુશીથી પસાર થયા હતા.
રસિક દવેએ 1982માં ગુજરાતી ફિલ્મ ‘પુત્રવધૂ’થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘મહાભારત’, ‘એક મહલ હો સપનો કા’, ‘સંસ્કારઃ ધરોહર અપનો કી’ જેવા હિંદી શોમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે ‘મહાભારત’માં તેમણે નંદની ભૂમિકા ભજવી હતી. 2006માં ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’માં પત્ની કેતકી સાથે જોવા મળ્યા હતા