આ છે ગુજરાતનુ પાવરફૂલ ગામ ! સુવીધાઓ નુ લીસ્ટ વાંચી આખો ફાટી જશે જ્યારે સરપંચ…
આજે આપણે એક એવા ગામની વાત કરીશું જે શહેર કરતાં એ વધુ સુવિધાયુક્ત છે. આજના સમયમાં ક્યારે માણસો ગામડું છોડીને શહેરમાં આવી રહ્યા છે, ત્યારે હવે ગામમાં પણ શહેરો થી વધારે સુવિધાઓ મળી રહી છે. આજે આપણે એક એવા ગામ વિશે વાત કરીશું, ગુજરાતના પાવરફૂલ ગામની ! સુવીધાઓ નુ લીસ્ટ વાંચી આખો ફાટી જશે.
હાંડીયા ગામમા ઉભી કરાયેલી સુવિધાઓએ ગુજરાતમાં નામ રોશન કર્યું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલકાના હાંડીયા સમગ્ર રાજ્યમાં ઉચ્ચ સ્થાને છે. આ ગામમાં હાલમાં અંદાજે 2000 લોકોની વસ્તી ધરાવે છે. તેમજ વીરપુર તાલુકાના 62 ગામોમાંથી નંબર વનનું સ્થાન ધરાવે છે. એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી તમામ સુવિધાઓ હાંડીયા ગામમાં છે.
આ ગામની સુવિધાઓ અંગે જાણીએ તો, આખું ગામ આરોનું સ્વચ્છ પાણી પીવે છે. ગામમાં 50 જેટલાં CCTV કેમરા ફીટ કરવામાં આવ્યા છે. ગામના ખૂણે ખૂણેથી લઈને ગામ બહાર બે કિલોમિટર સુધી વાઈફાઈની સુવિધા મળી રહે છે . દરેક ચાર રસ્તા પર સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેનાથી એલઈડી લાઈટ ચાલે છે અને ગામ ઝળહળી ઉઠે છે.
ખરેખર આ ગામમાં આ સુવિધાઓ ઉપરાંત બાાળકો માટે આધુનિક સાધનો સાથે પ્લે સ્ટેશન પણ બનાવ્યું છે. હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે. આ ઉપરાંત ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે, કેમ કે તમામ રસ્તાઓ આરસીસીના બનાવવવામાં આવ્યા છે. પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું છે અને મનોરંજન માટે ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે.
હાંડીયા ગામમાં સર્વે જ્ઞાતિબંધુઓ હળીમળીથી રહે છે. તેમજ સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી.મહિલા સરપંચ જિજ્ઞાસાબેન ભ્રહ્મભટ એ ગામના વિકાસ અને ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું વધુ લાવવા અનેક કામ કરી રહ્યા છે તેમજ સ્વપ્ન ગ્રામજનોના સાથ સહકારથી પૂર્ણ થશે જ તેવી દ્રઢતા વ્યક્ત કરી હતી.
ખાસ વાત એ કે, આ ગામમાં શિક્ષકો, ડોક્ટરો, ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયાં હાંડિયા ગામમાંથી 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયા છે. ગામની અંદાજે 2 હજારની વસ્તીમાં 200 ઘર છે. જેમાંથી 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયા છે.