મુકેશ અંબાણી એટલે આપણા સૌરાષ્ટ્રનાં ચોરવાડ ગામના વતની! હવે વિચાર કરો કે જે વ્યક્તિ કાઠિયાવાડી હોય એ ગમે એટલો અબજોપતિ બની જાય તો પણ પોતાનું ગુજરાતીપણું નાં જ ભૂલે! આજે આપણે વાત કરીશું અંબાણી પરિવારની અંગત વાત વિશે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, અંબાણી પરિવાર માટે સૌરાષ્ટ્રના રસોયાઓ ભોજન બનાવે છે. હવે વિચાર કરો કે આલીશાન એન્ટીલિયામાં રસોયાઓનો પગાર કેટલો હશે?
તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવારમાં તો માત્ર 7 લોકો છે પરંતુ તેમના પરિવારના સભ્યો કરતાંય વધુ તો નોકરો રહે છે અને આ તમામ નોકરોનો પગાર લાખો રૂપિયામાં હોય છે. ત્યારે ચાલો અમે જણાવીએ કે, અંબાણી પરિવાર માટે સ્વાદિષ્ટ ભોજન બનાવનાર આ રસોયાઓને કેટલો પગાર ચૂકવવામાં આવે છે.
મુકેશ અંબાણીનાં સાદગીપૂર્ણ જીવન વિશે આપણે જાણીએ છે કે, તેઓ વાણિયા છે અને ભગવાન શ્રીનાથજી તેમના કુળદેવતા છે. તેમના ઘરનાં તમામ લોકો શાકાહારી છે અને ખાસ વાત એ છે કે, મોટેભાગે તેમના ઘરમાં કાઠિયાવાડી ભોજન જ બને છે. જ્યારે તેમના દીકરા અને દીકરીના લગ્ન હતા ત્યારે પણ ગુજરાતી વાનગીઓ તો અવશ્ય હતી.
મુકેશ અંબાણી માંસાહારી ખોરાકથી દૂર રહે છે. જો મુકેશ અંબાણીના સવારના નાસ્તાની વાત કરીએ તો કેટલાક મીડિયા રિપોર્ટમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સવારે ઊઠીને જ્યુસ પીવે છે અને થોડા ડ્રાયફ્રુટ ખાય છે. આ સિવાય તેઓ સવારના નાસ્તામાં પપૈયાનું જ્યુસ, ઓટમીલ અથવા દહીંની સાથે મિસી બ્રેડ ખાવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત જો મુકેશ અંબાણીના ડાયટની વાત કરીએ તો, તેમના ડાયટમાં રોટલી, દાળ ભાત, ખીચડી અને સલાડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી સાઉથ ઇન્ડિયન ખાવાના પણ શોખીન છે.મુકેશ અંબાણી તેના રસોઈયાને મહિને 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમ ચૂકવે છે. ખરેખર આ વાત સાંભલીને એમ થાય કે જો આવા ઘરમાં રહેવા મળતું હોય એ પણ માત્ર સ્વાદીષ્ટ વાનગી બનાવીને અને તેના બદલામાં તો લાખો રૂપિયામાં મળતા હોય તો આ કામ કરવા કોઈપણ તૈયાર થઈ જાય.