EntertainmentGujarat

ગુજરાતના આ શહેર મા 200 વર્ષ જુની પરંપરા ચાલી આવે છે જેમા સાડી પહેરીને ગરબે ઘુમે છે પુરુષો અને….

અને પેજ પર સારા સારા હાલમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે જગતભરમાં માતાજીનાં ગરબા રમાઇ રહ્યા છે, ત્યારે આજે અમે આપને એક એવા ગરબા વિશે વાત જણાવીશું જે ખૂબ જ અનોખા છે. ગરબા એ માતાજીની આરધાન રૂપે રમાઈ છે અને હાલના સમયમાં ગરબા એ ભલે આધુનિક સ્વરૂપ લઈ લીધું હોય પરંતુ ગરબા પ્રત્યે ગુજરાતીઓની લોકપ્રિયતા અપ્રતિમ છે અને તેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે. માત્ર નવરાત્રી નહિ પરંતુ ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે ગરબા અવશ્ય રમાઈ છે.

હાલમાં તો ગુજરાતનાં ખૂણે ખૂણે ગરબા રમાઈ રહ્યા છે, ત્યારે આજે અમે આપને 200 વર્ષની જૂની પરંપરા વિશે જણાવશું. ગુજરાતમા શહેર બદલાતા ગરબાનો પ્રકાર બદલાય જાય છે. અમદાવાદના શહેર વિસ્તારમાં અનોખી રીતે ગરબા રમાઈ છે અને કારણ કે અહીંયા કોઈ સ્ત્રીઓ ગરબા નથી રમતી પણ પુરુષો સાડી પહેરીને ગરબા રમેં છે. તમને જણાવી દઈએ કે, બારોટ સમુદાયના પુરુષો નવરાત્રિના આઠમના દિવસે રાતના સમયે સાડી પહેરીને ગરબા કરે છે.

આ અનોખું દ્ર્શ્ય જોવા માટે અસંખ્યામા લોકો સામેલ થાય છે. કહેવાય છે કે, બરોટ સમુદાયના પુરુષો નવરાત્રિ દરમિયાન ચાલી આવતી 200 વર્ષ જૂની પરંપરાનું પાલન કરે છે. બારોટ સમુદાયના લોકો સાડી પહેરીને તૈયાર થાય છે અને ગરબા કરે છે. લોકો આ અનોખી પરંપરા વિશે જાણીને આશ્ચર્ય પામે છે.તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 200 વર્ષ પહેલા સાદુબા નામની મહિલાએ બારોટ પરિવારના પુરુષોને શ્રાપ આપ્યો હતો.

નવરાત્રિમાં સાડી પહેરીને પુરુષો તેનો પશ્ચાતાપ અનુભવે છે. નવરાત્રિ દરમિયાન બારોટ સમુદાયના પુરુષો સદુ માતાની પૂજા કરે છે અને તેમની માફી માંગે છે. ઉલ્લેખનીય છે કે, બારોટ સમુદાયના લોકોએ 200 વર્ષની અનોખી પરંપરા અત્યાર સુધી જીવંત રાખીને બેસ્યા છે.

ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત છે.આવી રીતે માતાજીના ગરબા રમવા એ અનોખી જ વાત કહેવાય અને આવા ગરબા તો બીજે ક્યાંય જોવા ન મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here