National

પાકિસ્તાનને હરાવ્યા બાદ ઝિમ્બાબ્વેએની ટીમે કર્યા ગરબા ! વિડીઓ જોયા વગર વિશ્વાસ નહી આવે. જુઓ વિડીઓ

ઑસ્ટ્રેલિયાની હોસ્ટિંગમાં થઇ રહેલાં ટી20 વર્લ્ડકપ 2022માં ઝિમ્બાબ્વેને ઘણું કમજોર સમજવામાં આવી રહ્યું હતું પરંતુ ગુરૂવારે થયેલી પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું. ઝિમ્બાબ્વેએ સુપર-12ની પાકિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાનને 1 રનથી માત આપી હતી. આ વિજયથી ખુશ થયેલા ટીમ પ્લેયર્સ મેદાનમાં જ ગરબા કરવા માંડ્યા હતાં.

ટીમ સહિત સ્ટાફે પણ કર્યો ડાન્સ આ વીડિયો ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે,’એક શાનદાર જીતની ઊજવણી.’ આ વીડિયો 2 મીનિટ 20 સેકન્ડનો છે. જેમાં તમામ ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે જઇને નાચતા નજરે પડે છે. ખેલાડી અને સ્ટાફ એક-એક કરીને ગૃપમાં જોડાય છે અને ડાન્સ કરી જીતની ઊજવણી કરે છે.

વીડિયોમાં કેપ્ટન પણ નાચતાં નજરે પડ્યાં વીડિયોમાં જોઇ શકાય છે કે સૌથી પહેલાં ઝિમ્બાબ્વેનાં કેપ્ટનને ટોળામાં લેવામાં આવે છે અને તેઓ પોતાનો શાનદાર ડાન્સ મૂવ કરીને જીતની ખુશી ઊજવે છે. 2 મીનિટથી વધુ ચાલેલા આ વીડિયોમાં તમામ ખેલાડીઓ એક-એક કરીને ડાન્સ કરે છે અને અંતે તમામ એક સાથે નાચી રહ્યાં છે.

આ રીતે 1 રનથી પાકિસ્તાનને હરાવ્યું મેચમાં ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલ ઝિમ્બાબ્વે ટીમે 8 વિકેટનાં નુક્સાન પર 130 રન બનાવ્યાં હતાં. સીન વિલિયમ્સે 28 બોલ પર 31 રન કર્યાં જ્યારે કેપ્ટન ક્રેગ ઈર્વિન અને બ્રેડ ઇવાંસે 19-19 રનોની મેચ રમી. પાકિસ્તાની ગેંદબાજ મોહમ્મદ વસીમ જૂનિયરે 4 અને સ્પિનર શાદાબ ખાને 3 વિકેટ લીધી,

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

8 વિકેટ પર પાકિસ્તાન 129 રન બનાવી શકી  131 રનોના ટાર્ગેટનાં જવાબમાં પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટનાં નુક્સાન પર 129 રન જ બનાવ્યાં. શાન મસૂદે 44 અને મોહમ્મદ નવાઝે 22 રનોની ગેમ રમી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને 11 રનોની જરૂર હતી પરંતુ પાંચમાં બોલ પર મોહમ્મદ નવાઝ આઉટ થયાં જે બાબર બ્રિગેડ માટે મુશ્કેલીજનક રહ્યું. ઝિમ્બાબ્વેની તરફથી પ્લેયર ઓફથી મેચ સિકંદર રજાને 25 રન આપીને 3 વિકેટ ચટકારી, તો બ્રેડ ઇવાંસએ 2 વિકેટ લીધી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!