આ ગુજરાતી મહીલા એ UK મા ડંકો વગાડયો ! મહીલા એ એવી સિધ્ધી હાંસલ કરી કે જાણીને….

આ ગુજરાતી મહીલા એ UK મા ડંકો વગાડયો ! મહીલા એ એવી સિધ્ધી હાંસલ કરી ક તમને જાણીને ગૌરવ થશે. ચાલો આ પ્રેરણાદાયી કહાની વિશે જાણીએ. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ મોખરે છે, ત્યારે આજે આપણે એક એવા મહિલા.વિશે વાત કરીશું જેમને ભારતની ધરતી પર નહિ પરંતુ વિદેશની ઘરતી પર અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આજના સમયમાં જ્યારે સમાજમાં દિકરીઓનું માન ઘટી રહ્યું છે,ત્યારે આવી મહિલાઓ લોકો માટે ઉત્તમ દાખલો બની રહી છે.

તમે જાણીને ગર્વ થશે કે, વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા છે. વાત જાણે એમ છે કે,
મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતા અને આજે તેઓ 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે બિરાજમાન થયા છે.યસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ છે.

ખાસ વાત એ છે કે, રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે ને તેઓ રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે. તેમણે પાર્ટીએ પ્રથમ વાર ચૂંટણીમાં પ્રયાસ કરેલ અને મેરી એન્ટોની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. તેઓ સમાજ સેવા સાથે પણ એટલા જ સંકળાયેલા છે, વડીલો-બીમારોની સેવા કરે છે. તેમના પતિ ડો. રોબિન IPCLમાં છે. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાનો છે.

ગુજરાતમાં યુનાઈટેડ વનાં ગરબા ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે તેઓ પોતાના વતનને યાદ કરતા કહે છે કે, ગરબાનું સંગીત મને ખૂબ ગમતું હોવાથી હું તેને જોવા જતી. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો, ત્યારે તેમનેવડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં આવી ગયા. ખાસ વાત એ છે કે, તે જ્યાં રહે છે, તે શહેર ખૂબ જ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.ખાસ તો વેપારનું પણ કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે આવેલું છે. હવે તેઓ આજ શહેરનાં મેયર પદે આરૂઢ થયા.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here