પેલી નજરે તમે પણ છેતરાશો આ દેશના પી.એ મોદી નથી ! આ તો…
આજે 17 સપ્ટેમ્બર ના રોજ દેશ ના પી.એમ નો જન્મ દિવસ છે અને તેમને દેશ વિદેશ માથી જન્મ દિવસ ની શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે આપણે તેમના જીવન વિશે વાત કરીએ તો તેમના જીવન ની અનેક એવી રોચક બાબતો છે જે આજ સુધી જાણી નથી શક્યા! આજે એક એવી બાબત આપને જણાવીશું જે જાણીને તમને નવાઈ લાગશે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પી.એમ મોદી ના ભાષણ ને લોકો ખુબ પસંદ કરે છે. તેમની સ્પીચ ના લોખો લોકો ચાહક છે ત્યારે પી.એમ મોદી દેશ ની બહાર પણ પોતાના ભાષણો આપે છે. અને અન્ય દેશ ના મોટા નેતાઓ અને રાષ્ટ્રપતિ ને મળતા હોય છે અને વાતચિત પણ થતી હોય છે ત્યારે વધારે વખત અંગ્રેજી ભાષા નો ઊપયોગ થતો હોય છે જેથી દુનીયા ના વધારે લોકો સમજી શકે.
આવા સંજોગો મા જયારે અન્ય દેશ ની ભાષા અને પી.એમ મોદી દ્વારા બોલવામાં આવતી ભાષા નુ અનુવાદ અંગ્રેજી મા કરવા માટે એક મહીલા હોય છે જે ભાષા નુ ટ્રાન્સલેટર કરે છે અને આ કામ માટે તે સતત પી.એમ સાથે રહે છે અને ખાસ કરીને વિદેશ યાત્રા દરમ્યાન આ મહિલા ની જરુર પડે છે. આ કામ જે મહિલા કરે છે તેનું નામ નીલાક્ષી સાહા સિન્હા છે અને તે પી.એમ ની ઓફીસીયલ ટ્રાન્સલેટર છે.
તમને જણાવી દઈએ કે નિલાક્ષી સાહા સિન્હાએ 2018 માં નરેન્દ્ર મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે અનુવાદકનું કામ કર્યું હતું. 2018 માં જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંસદીય ક્ષેત્રમાં વારાણસી પહોંચ્યા ત્યારે તેમની સાથે એક મહિલા પણ હાજર હતી. હિન્દી, અંગ્રેજી, બંગાળી અને ફ્રેન્ચ ભાષામાં અસ્ખલિત નિલાક્ષી સાહા સિન્હા જાણે છે.