1959 થી ભાવનગર મા વેચાતા ફેમસ કાઠીયાવાડી ચણામઠ ની આ ખાસ બાબતો તમે નહી જાણતાં હોય.
ભાવનગર નુ નામ લેતા જ જો કાઈ સૌથી પહેલા મગજ મા આવે તો એ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી બરોબર ને ? પરંતુ ભાવનગર ના street food પણ આટલુ જ ફેમસ છે. અને હા ભાવનગર એટલે આપણુ એવુ શહેર કે ત્યા 10 રુપિયા મા પણ કોઈ ભરપેટ જમી શકે એમા પણ કાઠીયાવાડી ચણામઠ નુ નામ પડે તો તો મોઢા મા પાણી જ આવી જાય ને ???
હા ભાવનગર ના કાઠીયાવાડી ચણામઠ ની વાત જ એવી છે ભાવનગર ના કાઠીયાવાડી ચણામઠ વાળા ની લારીઓ અનેક જોવા મળશે અને તેનો સ્વાદ પણ બધી લારીએ એક સરખો જ હશે ચણામઠ સાથે ખજુર ની ચટણી અને શિંગ કાંઈક અલગ જ જમાવટ વાળો સ્વાદ આપશે.
આ ચણામઠ ની શરુવાત 1959 મા થયો હતો અને હાલ ભાવનગર મા 5 થી વધારે લારીઓ છે જે અલગ અલગ રસ્તા ઓ પર જોવા મળે છે અને 15-20-25 રુપિયા ની ડીસ ના સ્વરૂપે પિરસવામા આવે છે.
ચણામઠ સાથે આપવામા આવતી ચટણી એટલી ટેસ્ટી છે કે ગુજરાત ના અલગ અલગ જીલ્લા મા પણ મોકલવામાં આવે છે. જો તમે ભાવનગર ના હશો તો આ ચણામઠ ખાવામાં બાકી નહી જ હો પણ જો અન્ય જીલ્લા ના છો તો ભાવનગર આવો ત્યારે એક વાર ટ્રાઈ જરૂર કરજ