આવો પાડો ક્યાંય નહીં જોયો હોય તમે! 24 કરોડની કિંમતનો ભીમ પાડા થી માલિક કરે આવી રીતે કમાણી.
જાણીને તમને નવાઈ લાગશે પરંતુ રાજસ્થાનના પુષ્કરમાં લાગેલા દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં આ વખતે પણ ભીમ પાડો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.ભીમની ઉઁમર 6 વર્ષ છે અને આ ઉંમરમાં જ આ પાડાએ પોતાની ઉમરના બીજા પાડા કરતા ઘણુ સારું કદ કાઠી મેળવી લીધુ છે. આ પાડાની ઊંચાઈ આશરે 6 ફૂટ અને લંબાઈ 14 ફીટ છે. આ પાડાની કિંમત હાલ આશરે 15 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 6 વર્ષમાં જ આ પાડાનું કદ કાઠી જબરદસ્ત છે. તેના માલિકે જણાવ્યું કે મુર્રા નસલના આ પાડાનું વજન લગભગ 1300 કિગ્રા છે.
ખાવા પીવા અને દેખભાળમાં દર મહિને લગભગ સવા લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પાડાના માલિક અરવિંદ જાંગડે જણાવ્યું કે ભીમ રોજ લગભગ એક કિલો ઘી, અડધો કિલો માખણ, મધ, દૂધ અને કાજુ બદામ બધુ જ ખાય છે. તેની ખાણી પીણી પર લગભગ મહિને સવા લાખ રૂપિયા ખર્ચ થાય છે. આ ઉપરાંત એક કિલોગ્રામ સરસવના તેલથી તેની માલિશ પણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે તેની દેખભાળ માટે 4 લોકોને લગાવવામાં આવ્યાં છે.
માલિક અરવિંદ જાંગડના જણાવ્યાં મુજબ મુર્રા નસલના સંરક્ષણ અને સંવર્ધનના હેતુસર આ મેળામાં ફક્ત પ્રદર્શન માટે ભીમને લાવવામાં આવ્યો છે. ગત વર્ષે પણ ભીમ આ મેળામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક મેળામાં આયોજિત પશુ પ્રતિયોગિતામાં પણ ભાગ લઈને પુરસ્કાર જીત્યા છે. મેળામાં તેઓ પહેલીવાર ઈચ્છુક પશુપાલકોને ભીમનું વિર્ય પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. મુર્રા નસલના આ પાડાના વિર્યની દેશમાં ખુબ ડિમાન્ડ છે. આ પાડાની દુનિયાભરમાં ખાસ ડિમાન્ડ રહે છે. તેના વીર્યમાંથી જન્મેલા બચ્ચાનું વજન 40થી 50 કિલો હોય છે. જ વયસ્ક થતાં એક વખતમાં 20થી 20 લીટર દૂધ આપે છે.
ભીમના 0.25 એમએલ વીર્યની કિંમત 500 રૂપિયા છે. જેને એક પેનની રિફીલ જેવી સ્ટ્રોમાં ભરવામાં આવે છે. ભીમના માલિકનું કહેવુ છે કે, તે વર્ષમાં 10 હજાર સ્ટ્રો વેચે છે. આ પાડા થકી માલિક લાખોની કમાણી થાય છે, ત્યારે ખરેખર આ પાડાની ખુબ સંભાળ લેવામાં આવે છે અને તેઓ આ પાડાને વેચવા નથી માગતા અને પોતાના દીકરાની જેમ સાચવે છે. ભીમને લઈને 2018 અને 2019માં પુષ્કર મેળામાં આવ્યા હતા. આ ઉપરાંત તેને લઈને નાગૌર, બાલોતરા, દેહરાદૂન સહિત કેટલીય અન્ય જગ્યાએ પશું પ્રતિયોગિતામાં ભાગ લઈ ચુક્યો છે