Sports

શું ભારત જીતી જશે WTC?? કંઈક આવી રીતે ચાલી રહી છે મેચની તૈયારી… જુઓ વિડીયો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા માટે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ લંડન પહોંચી ગયા છે. વિરાટ કોહલી સૌથી પહેલા લંડન જવા રવાના થયો હતો. ટીમે 7મી જૂનથી શરૂ થનારી WTC ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ગુરુવારે ટીમના ખેલાડીઓએ પ્રથમ નેટ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં ઉમેશ યાદવ, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરે સપોર્ટ સ્ટાફ સાથે પ્રેક્ટિસ કરી હતી.

બીસીસીઆઈ દ્વારા આ પ્રેક્ટિસ સેશનનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર જાહેર કરાયેલા આ વીડિયોમાં ઉમેશ, અક્ષર અને શાર્દુલ ટીમના સપોર્ટ સ્ટાફ સાથે કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યા છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમની આ નવી ટ્રેનિંગ કિટ એડિડાસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ગુરુવારે જ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એડિડાસ તાજેતરમાં ભારતીય ટીમનું નવું સ્પોન્સર બન્યું છે. જય શાહે ગયા અઠવાડિયે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બોર્ડ અને એડિડાસ વચ્ચેની આ ડીલ 2025 સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે ટીમના ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફ અને હેડ કોચ રાહુલ દ્રવિડ પણ WTC ફાઈનલ માટે લંડન પહોંચી ગયા છે. આ સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ લંડન પહોંચી ગયા છે. આ ટેસ્ટ મેચ માટે ટીમના બાકીના ખેલાડીઓ IPL ફાઈનલ બાદ લંડન પહોંચશે. તેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન અને અજિંક્ય રહાણેના નામ સામેલ છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!