Sports

નો રણજી કે ન મુશતાક અલી ટુર્નામેન્ટ રમ્યા વગર આ ખિલાડી ઉતર્યો સીધો IPL ના મેદાનમાં, હવે મચાવી રહ્યો છે ધૂમ…સુયશ શર્માની કહાની વિશે જાણો

બુધવારે આઈપીએલની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 21 રનના નોંધપાત્ર અંતરથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની જીતના હીરોની વાત કરીએ તો આ મેચમાં કોલકાતાના સ્પિનરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તો આ જ સ્પિનર ​​સુયશ શર્માએ પણ બે સફળતા હાંસલ કરી હતી. તેણે ઓરેન્જ કેપ ધારક ફાફ ડુ પ્લેસિસની વિકેટ લીધી હતી. સુયશ શર્મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા વિના IPLમાં તોફાન મચાવી રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના મિસ્ટ્રી સ્પિનર ​​સુયશ શર્મા વિશે કહેવામાં આવે છે કે તેણે હજુ સુધી કોઈ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી નથી અને ન તો તેણે કોઈ ટી20 મેચ રમી છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેંકી મૈસૂર જણાવે છે કે કોલકાતાના સ્કાઉટે સુયશ શર્માને અંડર-25 દરમિયાન બોલિંગ કરતી વખતે જોયો હતો. સુયશ શર્માને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના દેખાવની સરખામણી કરવામાં આવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના મિસ્ટ્રી સ્પિનર ​​સુયશ શર્માના દેખાવની સરખામણી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા સાથે કરવામાં આવી છે. કારણ કે નીરજ ચોપરાનો લુક મિસ્ટ્રી સ્પિનર ​​સુયશ શર્મા જેવો જ છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!