Sports

બીજી વન ડે મા પણ સંજુ સેમસન ને કેમ રમાડવામા ના આવ્યો?? કેપ્ટન શિખર ધવને આપ્યો આવો જવાબ

શિખર ધવનની કપ્તાનીમાં ભારત અને કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે, જોકે વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ છે. તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા શિખર ધવનના નેતૃત્વમાં શ્રેણી જીતવા ઈચ્છશે.

ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે . તો ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં હવે શિખર ધવનની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે.

આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. શાર્દુલ ઠાકુર અને સંજુ સેમસનની જગ્યાએ દીપક ચહર અને દીપક હુડ્ડા ટીમમાં સામેલ થયા છે. બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આવી છે 17 સભ્યોની ટીમ

ટોસ દરમિયાન કેપ્ટન શિખર ધવને મોટું નિવેદન આપ્યું હતું ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન શિખર ધવને પ્રતિક્રિયા આપી હતી, “અમે આ પીચ પર પહેલા બોલિંગ કરી હોત કારણ કે વિકેટ ભીની છે. છેલ્લી મેચમાં પણ, પ્રથમ 10-15 ઓવરમાં વિકેટ ઝડપી હતી, અમારે સકારાત્મક વલણ જાળવી રાખવું પડ્યું અને રન બનાવ્યા. અમે આજની મેચમાં બે ફેરફાર કરી રહ્યા છીએ.

શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહર અને સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડાને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે. અમારે માત્ર 10 ટકા સુધારાની જરૂર છે અને તેનાથી મોટો ફરક પડે છે અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં આપણે થોડું સ્માર્ટ બનવાની જરૂર છે.

સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડાને કેમ મળી તક? જાણકારી માટે તમને જણાવી દઈએ કે, પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુ સેમસનને બાકાત રાખવાનું મુખ્ય કારણ નંબર 6 માટે એક ઓલરાઉન્ડર રાખવાનું છે જે બોલિંગ પણ કરી શકે છે. આ જ કારણ છે કે સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દીપક હુડ્ડા બોલની સાથે સાથે બેટમાં પણ શાનદાર પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે, જોકે ક્રિકેટ ચાહકો કેપ્ટન શિખર ધવનના આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ રહ્યું ભારતનું પ્લેઈંગ-11 : શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

આ છે ન્યુઝીલેન્ડની પ્લેઈંગ-11 : ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (સી), ડેરીલ મિશેલ, ટોમ લેથમ (wk), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!