Sports

રોહિત બાદ કોણ બની શકે ટેસ્ટ ટીમ નો કપ્તાન?? કોહલી નહી પણ આ ત્રણ ખેલાડીઓ છે રેસ મા….

ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તનનો તબક્કો સતત ચાલી રહ્યો છે. BCCI ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. જેમાં કોચથી કેપ્ટનમાં ફેરફાર થઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રોહિતને કેપ્ટન્સીથી હટાવી શકાય છે. તે જ સમયે, રોહિત પછી, ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં ટીમ ઇન્ડિયાના 3 ક્રિકેટર્સના નામ આગળ છે. આવો જાણીએ કોણ છે તે 3 ભારતીય ખેલાડીઓ.

હાર્દિક પંડ્યા : હાર્દિક પંડ્યા જે રીતે રમતા જોવા મળે છે અને જે રીતે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ શ્રેષ્ઠ કેપ્ટન સાબિત થયા છે તે જોતા કહી શકાય કે હાર્દિક ટીમ ઈન્ડિયાનો ટીમ કેપ્ટન બની શકે છે.હાર્દિકે IPLમાં પણ પ્રથમ વખત કેપ્ટનની ભૂમિકા ભજવી હતી અને શાનદાર પ્રદર્શન કરીને તેણે પોતાની ટીમ (ગુજરાત ટાઇટન્સ) માટે IPL 2022નું ટાઇટલ પણ જીત્યું હતું. આના પરથી હવે આશા રાખી શકાય કે હાર્દિકની ફિટનેસ અને તેની સમજનો ટીમ ઈન્ડિયાને મેચમાં ફાયદો થશે. રોહિત શર્મા બાદ હાર્દિકના કેપ્ટન બનવાની સૌથી વધુ તકો છે.

રવિન્દ્ર જાડેજા  : CSK અને ભારત માટે ઘણી તોફાની ઇનિંગ્સ રમનાર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જડ્ડુએ જ્યારે પણ જરૂર પડી ત્યારે ટીમ ઈન્ડિયાને સંભાળી છે.આ રીતે ભારતીય ટીમ મેનેજમેન્ટ રોહિત શર્મા બાદ જાડેજાને આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરી શકે છે. જાડેજામાં ટેસ્ટ કેપ્ટન તરીકે જરૂરી એવા તમામ ગુણો છે. જાડેજાને ભલે કેપ્ટનશિપનો બહુ અનુભવ ન હોય, પરંતુ તેની ફિટનેસ અને ટેસ્ટ મેચોમાં પ્રદર્શનને જોતા પસંદગીકારો તેના નામ પર ચોક્કસથી વિચાર કરી શકે છે. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં 60 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 242 વિકેટ લેવાની સાથે 2523 રન પણ બનાવ્યા છે.

કે એલ રાહુલ : રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ પણ કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. જે રીતે તેણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી મેચમાં કમાન સંભાળી હતી.આ જોઈને અનુમાન લગાવી શકાય છે કે રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બની શકે છે. જોકે, સુનિલ ગાવસ્કરે રિષભ પંતનું નામ આગળ કરીને આ રેસને રસપ્રદ બનાવી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!