Sports

વિરાટ કોહલી ને સુરત સાથે છે જુનો નાતો ! કોહલી નાનપણ થી આ જગ્યા પર….જાણો વિગતે

કહેવાય છે ને કે, દરેક વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે તે વ્યક્તિ પોતે ક્યારેય નથી જાણતો પણ એ વાત તો નક્કી છે કે, આવનાર સમયમાં તેની સાથે શું થશે એ અનુમાન કરી શકે છે. આજના સમયમાં વાત કરીએ તો એવા ઘણા કલાકાર અને લોકપ્રિય વ્યક્તિઓ છે, જેઓ ગુજરાતનાં તો નથી પરંતુ તેમને ગુજરાતીઓ સાથે અતૂટ લગાવ છે. કહેવાય છે ને કે, જીવનમાં ક્યારે વ્યક્તિ સફળ બની જાય એ કોઈ નથી જાણતું.ચાલો અમે આપને વિરાટ કોહલીની સુરત સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો જણાવીએ.

આજે વિરાટ કોહલીનું વર્તમાન ખૂબ જ સફળતાનાં આરે છે.તેમને નામ અને સંપત્તિ ની સાથે સાથ સન્માન પણ મેળવ્યું છે. એક સમય એવો હતો જ્યારે વિરાટ કોહલીને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે અને તેમના ચાહકો પણ ન હતા પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું છે કે, આજે તેનું પરિણામ આપણી સામે છે. ઇન્ડિયા ક્રિકેટ ટિમના કેપ્ટેન તરીકેની જવાબદારી તેમજ બોલીવુડના લોકપ્રિય અભિનેત્રી સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે અને હવે એક નાની એવી પરી જેવી દીકરીના પિતાની જવાબદારી ઉઠાવી રહ્યા છે.

જ્યારે વિરાટ ક્રિકેટ ક્ષેત્રમાં બહુ નામના નોહતી મેળવી એ સમયની વાત છે. આપણે જાણીએ છે કે,વિરાટ કોહલીએ 2008માં વન ડે ક્રિકેટમાં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. તે સમયે ક્રિકેટના ચાહકોમાં તે જાણીતો નહીં હતો. જો કે, તેના સુરતના સંભારણા ખૂબ જ રોચક છે. તેણે વન ડે કેરિયરમાં માત્ર છ જ મેચ રમી હતી ત્યારે સુરતના કમલેશ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. 18મી સપ્ટેમ્બરે 2009માં સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ફાયનલ મેચ યોજાઇ હતી..

ઓએનજીસી તરફથી મેચ રમ્યો હતો. આ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને તેના માટે તેને 22,222નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેણે છ બોલમાં છ ચોગગા પણ માર્યા હતાં. જો કે, કમલેશ પટેલ સાથે તેને ગાઢ મિત્રતા હોવાથી તે વારંવાર સુરત આવી ચૂક્યો છે. આ ટુર્નામેન્ટ મુનાફ પટેલ, વેણુ ગોપાલ અને અમિત ભંડારી પણ રમ્યા હતાં.

કહેવાય છે ને કે, એકવાર જે ગુજરાતની ઘરામાં આવે છે તે ગુજરાતનાં પ્રેમી બની જાય છે. ગુજરાતીઓ નો રંગ લોકીને હદયમાં વસી જાય છે. આમ પણ ગુજરાતની વાત જ અનોખી છે. આજના સમયમાં તો વિરાટ પાણી પણ લાખો કિંમતનું પીવે છે, ત્યારે આજે તેના વૈભવશાલી જીવન સામે તે પહેલાં તેને સુરત શહેરમાં વિરાટ કોહલી જ્યારે આવેલા ત્યારે તેમણે સુરતનું પાન પહેલી વખત ખાધુ હતું અને તે તેને એટલુ બધુ ભાવ્યું હતું કે, તેણે 50 પાન પાર્સલ કરાવ્યાં હતાં. એટલું જ નહીં તેઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે કમલેશ પટેલ પાસે ખાસ 100 પાન ચોક્કસ જ મંગાવે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!