ખુબ ઓછા લોકો જાણે છે કે શરમન જોશી આ ગુજરાતી હીરો નો દિકરો છે ! તમે પણ જાણી ને ચોકી જશો
એક સમય એવો હતો જ્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ હતો અને આ સીનેમાએ અનેક કૌશલ્યયુક્ત કલાકારો આપ્યા છે, ફિલ્મ જગતને! એવા ઘણાય કલાકારો છે જેમણે ગુજરાતી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં પોતાનું પ્રભુત્વ દેખાડ્યું છે. મોટે ભાગે ગુજરાતી ફિલ્મોના કલાકારો મુંબઈમાં સ્થાયી થયા હોય છે. ત્યારે તેમના સંતાનો પણ ફિલ્મ જગત સાથે તો જોડાયેલ જ હોય છે પરંતુ ભાગ્યે જ કોઈ કલાકાર હોય જે ગુજરાતી ફિલ્મમાં જોવા મળતા હોય છે. આજે આપણે વાત કરીશું બૉલીવુડનાં કલાકાર શરમન જોશી વિશે જેના પિતા એક સમયે ગુજરાતી સિનેમાના લોકપ્રિય કલાકાર હતા.
ઘણાય ઓછા લોકો જાણતા હશે કે, ગુજરાતી સિનેમાના આ કલાકાર કોણ છે! ચાલો અમે આપને આ કલાકાર વિશે માહિતગાર કરીએ. 90નાં દશકના ગુજરાતી ફિલ્મ એ સુવર્ણ સમત ગણાતો અને આ દરમિયાન ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ જોશીનું ખૂબ જ નામ હતું અને તેમને અનેક ફિલ્મોમાં મુખ્ય કિરદાર અને સહાયક કલાકાર તરીકે નામના મેળવી હતી.તેમની બોલવાની છટા અને તેમની અભિનય ક્ષમતા ને લીધે તેઓએ ટૂંક સમયમાં ગુજરાતી દર્શકોનું હૈયું જીતી લીધું. આજે ભલે તેઓ આ દુનિયામાં ન હોય પરંતુ તેમને ગુજરાતી સિનેમામાં આજે પણ પોતાની ફિલ્મો થકી જીવંત જ છે.
એક નજર આપણે તેમનાં અંગત જીવન પર તેમજ અભિનયની સફર પર કરીએ. અરવિંદ જોશીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને તેમના ભાઈ પ્રવીણ જોશી પણ રંગમંચ ભૂમિના કલાકાર અને નાટક નિર્માતા તેમજ દિર્ગદર્શક હતા. બંને ભાઈઓ સાથે મળીને અનેક નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે હતું પ્રવીણ જોશીની પત્ની અને અરવિંદ જોશી પત્ની ઉષા જોશી અને સરિતા જોશી દેરાણી જેઠાણી છે અને આ સંબંધે સરિતા જોશી શરમન જોશીના મોટા બા થાય છે અને કેતકી અને પૂર્વી પિતરાઈ ભાઈ બહેન છે.
અરવિંદ જોશીના ફિલ્મી કરિયર પર એક નજર કરીએ તો.હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી શરૂ કરતા પહેલા તેણે લગભગ એક દાયકા સુધી થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે ગરવો ગરાસિયો , ઘેર ઘેર મતીના ચુલા અને ધોલા મારુ , તડકા છાયા , મહેંદી રંગ લાગ્યો અને ગોવાળિયો સહિતની ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી અને માત્ર ગુજરાતી ફિલ્મો પૂરતી જ તેમની અભિનયની કળા સમીત ન હતી તેમને બોલીવુડની ફિલ્મો શોલે (1975), ઇતેફાક(1969), અપમાન કી આગ (1990), અબતો આજા સાજન અને લવ મરેજ જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો .
અરવિંદ જોશીની યાદગાર ફિલ્મો પર નજર કરીએ તોગુજરાતી સીનેમામાં ચુંદડી ચોખા (1961) થી કારકીર્દી શરૂઆત કરી. ત્યારબાદ કંકુ(1969), હસ્ત મેલાપ (1969), વેલી ની આવ્ય ફૂલ (1970),જન્મતીપ (1974),રા માંડલિક (1975),વેર નો વારસ (1976), ડાકુ ની રાની ગંગા(1976), ઘેર ઘેર માટીના ચુલા (1977), ગરવો ગરાસિયો (1979),પુત્રવધુ (1982),ધોલા મારુ (1983), ફુટપાથ ની રાની (1984),મા ના આંસુ (1984),નાના વગર નો નાથીયો (1984),જગત જોગીની મા ખોડિયાર (2006),ચાર દિશાએં મા ચહેરમા (2000) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
કહેવાય છે ને કે, મોરના ઈંડા ચિતરવા ન પડે એમ તેમના દિકરો શરમન અને દીકરી માનશીએ પણ અભિનય ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે, આજે લોકો તેમને કદાચ તેમના પિતાનાં નામ તરીકે ભાગ્યે જ કોઈ ઓળખતા હશે કે, આ બંને જ લોકપ્રિય કલાકાર ગુજરાતી ફિલ્મોના કલાકાર અરવિંદ જોશીના સંતાનો છે. ખરેખર ગુજરાતી સિનેમા માટે ગૌરવશાળી વાત કહેવાય.
અરવિંદ જોશી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમની અંદર અભિનય પ્રત્યેની લાગણીઓ ક્યારેય ઓછી ન થઈ અનેઆખરે વર્ષ 29 જાન્યુઆરી 2021 ના રોજ વિલે પોર્લ , મુંબઈમાં 84 વર્ષની વયે અવસાન થયું હતું.તેમના નિધન થી ગુજરાતી નાટકો અને ફિલ્મી જગત જે ન પુરી શકાય એવી ખોટ વર્તાશે.ખરેખર અરવિંદ જોશી એ જે ગુજરાતી ફિલ્મ યોગદાન આપ્યું એ અતુલ્ય હતું. તેઓ આજે પણ લોકોના હૈયામાં જીવંત છે.