સુરત ના વિધાર્થીઓ ની અનોખી સિધ્ધી! બનાવ્યુ એવુ ડીવાઈસ કે ખારા પાણી માથી…
આજકાલ ઘણા બધા જિલ્લાઓમાં પાણીની ખુબજ અછત જોવા મળે છે. અને લોકોને આ પાણીની અછત ના કારણે ખૂબ જ તકલીફ પણ વેઠવી પડે છે.અને તેના આધારે જ રાજ્ય સરકારે પીવાના પાણીના પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેતા હોય છે. રાજ્ય સરકારે
નલ સે જલ યોજના આધારિત જે ખૂબ જ દૂરના અને અંદરના વિસ્તારો છે ત્યાં પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે ત્યાં જ સરકારના આ કાર્યને વધુ પડતો વેગ આપવા માટે તથા અંતરિયાળ વિસ્તારના લોકોને પાણીની અછત ન પડે તેની માટે અને તેને પહોંચી વળવા માટે દરિયાના ખારા પાણી નો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા ની યોજના શરૂ કરી છે અને તે યોજના સુરત ના પાંચ યુવાનોએ શરૂ કરી છે સોલેન્સ એનર્જી સ્ટાર્ટઅપ શરૂ કરીને તેમને પ્રથમ સૂર્ય ઉર્જા સંચાલિત યંત્રનો એક ખૂબ જ સારો આવિસ્કાર કર્યો છે.
આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ છેલ્લા સાત વર્ષથી મહેનત કરતા હતા અને ત્યારબાદ તેમને ખારા પાણી માંથી મીઠું પાણી બનાવવાનો ઉપાય શોધી કાઢયો હતો તેમને સુરત જિલ્લાના ઓલપાડ માં એક અલગ જ પ્રકારના ઉપકરણોના મદદથી દરિયાનું ખારું પાણી પીવાલાયક બનાવવાનો એક પ્લાન્ટ બનાવ્યો છે. તેમાં પ્રતિ લિટરે માત્ર ૫૦ થી ૫૫ પૈસાના ખર્ચથી દરરોજના ૨૦૦૦ લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને ચોખ્ખું બનાવી શકાય છે. અને તેમાંથી પ્રતિ લિટરે ૩૫ ગ્રામ મીઠું પણ મળે છે. આમ પાણી પણ ચોખ્ખું મળે છે અને મીઠાની પણ જરૂરિયાત પૂરી થઈ જાય છે આ પ્લાન્ટને વિકસાવવા માટે તેઓએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા રાજ્ય સરકારના યોજના આધારે તેમણે ઇન્ડસ્ટ્રીસ કમિશનરેટ ગાંધીનગર દ્વારા તેઓને રૂપિયા 30 લાખની પણ સહાય મળી હતી અને તેના આધારે તેમને આ પ્લાન્ટ શરૂ કરીને લોકોની મદદ કરી છે તથા ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના આધારે સરકાર દ્વારા પેટન્ટ માટે રૂ.૨૫૦૦૦ની મદદ પણ કરવામાં આવી છે.
આ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી મહત્વની વાત એ છે કે તેના સંશોધન દરમિયાન તે લોકોને પંદર વખત તેમાં નિષ્ફળતા મળી હતી પરંતુ તે સાથી મિત્રો હિંમત હાર્યા નહીં અને તેમને પોતાનું કામ શરૂ રાખ્યું આમ જ્યારે તેમને 16 પ્રયત્ન કર્યો ત્યારે તેમનો એક પ્રયત્ન કર્યો અને તે સફળ સાબિત થયું વારંવાર નિષ્ફળતા પછી પણ તેમને સિદ્ધિ હાંસલ કરી અને યુવાનોને તેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ હતી. આ ડિવાઇસ માંથી ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવી શકાય છે અને તે મિનરલ યુક્ત છે તથા પાણીજન્ય રોગો થાય તેનાથી પણ ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આ ટીમના એક સભ્ય સ્તરવાળી જણાવે છે કે પૃથ્વીનો 71 ટકા ભાગ પાણીમાં ઘેરાયેલો છે તેમ છતાં પણ દુનિયાના ઘણા બધા દેશો અને પાણીની ખૂબ જ તકલીફ પડતી હોય છે.
અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ પાણીની ખૂબ જ મોટી અછત ઊભી થાય તેવું લાગી રહ્યું છે તથા ન્યુઝ ચેનલ માં પણ પાણીની ઘણી બધી જગ્યાએ સમસ્યા અને તંગી જોવા જ મળે છે તથા અલગ અલગ વિસ્તારોમાં તો દૂષિત અને ખૂબ જ ગંદુ પાણી પણ આપવામાં આવે છે આમ તેનું પણ પૂર્ણ ઉપયોગ થાય તેની માટે જ આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર કર્યો છે. તેમને જણાવ્યું હતું કે અમે કોલેજ દરમિયાન જ પાંચ મિત્રોની એક ટીમ બનાવી દીધી હતી અને અમે તેના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા માટે ‘સોલેન્સ એનર્જી’ના નામથી અમારો નવો બિઝનેસ શરૂ કર્યો હતો.
આ પ્રોજેક્ટના આધારે સૌરઊર્જાની મદદથી એક ટેકનિક ની શોધ કરવામાં આવી તેમાં હાઈ ટીડીએસ સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવી શકાય અને તેમાં પણ ખૂબ જ મહત્વની વાત એ હતી કે આ ટેકનિકમાં એક્સટર્નલ પાવર સપ્લાય જરૂર રહેતી નથી તેમજ ઓપરેશન મેઇન્ટેનન્સ ખર્ચ પણ આવતો નથી આમ રાજ્ય તથા કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ઉપયોગી સહાયતા નું અમને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે અને આ સોલાર પાવર ડિવાઇસ કેવી રીતે કામ કરે છે ત્યારે તેમને જણાવ્યું હતું કે સૂર્યના કિરણોને મશીનની વોકલ કોર્ડ પર કેન્દ્રિત કરીને, ખારા પાણીને કોન્સેન્ટ્રેટર નામના ઉપકરણમાં ખેંચવામાં આવે છે, એટલે કે રીસીવર. ખારા પાણીમાં મીઠું અને અન્ય ભાગો રીસીવરમાં રહે છે, અને માત્ર વરાળ ખસે છે. હીટ એક્સ્ચેન્જર નામનું ઉપકરણ વરાળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. આ પ્રોસેસ્ડ પાણી પછી પીવાલાયક બને છે.
આ પ્રોજેક્ટમાં અમે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટેક્નૉલૉજીની શોધ કરી છે જે ઊંચા TDS સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવી શકે છે. અને મહત્ત્વની વાત એ છે કે,આ ટેક્નોલોજીને બાહ્ય વીજ પુરવઠો, તેમજ સંચાલન અને જાળવણી ખર્ચની જરૂર નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્ટાર્ટ-અપ યોજનાઓની મદદથી અમને આ ક્ષેત્રમાં કામ કરવાની નવી પ્રેરણા મળી છે. આ સૌર ઉર્જાથી ચાલતું ઉપકરણ કેવી રીતે કામ કરે છે તે અંગે પૂછવામાં આવતા યશ તરવાડીએ જણાવ્યું હતું કે મશીનના અવાજ પર સૂર્યના કિરણોને ફોકસ કરીને ખારા પાણીને કોન્સેન્ટ્રેટર એટલે કે રીસીવર નામના ઉપકરણમાં ખેંચવામાં આવે છે. ખારા પાણીમાં મીઠું અને અન્ય ભાગો રીસીવરમાં રહે છે, અને માત્ર વરાળ ખસે છે. હીટ એક્સ્ચેન્જર નામનું ઉપકરણ વરાળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. આ પ્રોસેસ્ડ પાણી પછી પીવાલાયક બને છે.
આ સમગ્ર પ્રોજેક્ટ જે દૂરના દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે તેથી ગામડાના લોકોને ખૂબ જ સારું અને પીવાલાયક પાણી મળી રહે તેથી જ શહેરની સાથે સાથે ગામડામાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાનું તમે વિચાર્યું હતું અને તેની માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ ગ્લોબલ વોર્મિંગ ના આધારે વિશ્વમાં તાપમાનનો ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે અને તેની ખૂબ જ વિકટ પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ત્યારે પાણીની સમસ્યાને દૂર કરવા માટે આ૫ યુવાનોની પહેલ સમગ્ર દેશને પાણીના ક્ષેત્રમાં ખૂબ જ આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે.
સુરતમાં વિશાળ ટર્નઓવર ધરાવતા ટેક્સટાઇલમાં જેટલા યુનિટો ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તે યુનિટમાં મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ પણ થાય છે તથા મશીન માંથી બહાર નીકળતા દૂષિત પાણીને સોલાર પાવરથી સંચાલિત આ ડિવાઈસની મદદથી શુદ્ધ પણ કરી શકાય છે આમ આ યુનિટમાં સોલેન્સ એનર્જીનો ઉપકરણ બેસાડી શકાય છે અને પીવા માટેનું તથા જરૂરિયાત અનુસાર તેમાંથી પાણી મેળવી શકાય છે.