બે લોકપ્રિય અભિનેત્રી આંનદી અને નેહા આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી! લુક જોઈને બંને ઓળખી નહીં શકો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમય અનેક અભિનેત્રીઓ વર્ષો પછી અભિનય ક્ષેત્રે પાછી ફરતી હોય છે. ત્યારે હાલમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં એક સાથે 9 અભિનેત્રીઓ કામ કરી રહી છે અને આ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય બે અભિનેત્રીઓ જેમને સૌ કોઈ ઓળખે છે. આ ફિલ્મનું નામ એટલે હલકી ફુલકી! આ ગુજરાતી ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાની રતન અને ટીવી જગતની અંજલિ મહેતા વર્ષો પછી ગુજરાતી ફિલ્મ પુનરાગમન કર્યું છે.
આ ગુજરાતી ફિલ્મ તા.૧૭ ડિસેમ્બરે રોજ રિલીઝ થશે જેમાં આંનદી અને નેહા મહેતા તેની મોડર્ન નવદુર્ગા સાથે લઈને આવે છે, અંજલીમાંથી ‘અનેરી’ નાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં આતુરતાનો અતં નજીક છે. કારણ કે નેહા મહેતા તેમની બટાલીયન સાથે ૧૭ ડિસેમ્બરે ફિલ્મ હલકી ફુલકી લઈને આવી રહ્યા છે. આ ફિલ્મના લેખક અને ડિરેકટર જયતં ગીલાતર સાથે આ ફિલ્મની સ્ટાર કાસ્ટે ખૂબ મહેનત કરી અને કોરોના કાળમાં ખૂબ જ સાવધાની સાથે અને અનેક સમસ્યાઓને પાર કરી આ ફિલ્મનું નિર્માણ કયુ છે.
તારક મહેતા શોમાં અંજલી ભાભી તરીકે જોવા મળેલા નેહા મહેતા હવે એક નવા અવતારમાં સ્ક્રીન પર જોવા મળનાર છે. તેઓ પોતાની મોડર્ન નવ દુર્ગા સાથે એક અનોખા કોન્સેપ્ટની ફિલ્મ લઈને આવી રહ્યા છે. . અંજલીના પાત્ર પછીથી સોશિયલ મીડિયામાં સતત લોકપ્રિયતા મેળવી છે. આ સિવાય આંનદી ત્રિપાઠી પણ આ ફિલ્મ જોવા મળી છે. ગુજરાતી સિનેમામાં મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મ થી લોકપ્રિય થયેલ. આજે પણ તેમની ખૂબ સુરતીમાં કંઈ ઉણપ નથી આવી.
આ ફિલ્મ સમાજની દરેક મહિલા માટે છે. આ ફિલ્મમાં તેઓ અનેરી નામની યુવતીનું પાત્ર ભજવી રહ્યા છે. પોતાના પાત્ર વિશે વાત કરતાં નેહાએ જણાવ્યું હતું કે અનેરી તેના નામ જેવી જ યુવતી છે. જે આજના સમય સાથે કદમથી કદમ મીલાવીને ચાલે છે અને તેની આસપાસના લોકોના દુ:ખ અને સમસ્યાઓ દૂર કરી તેમને જીવનને માણતા શીખવે છે. આ એક સુંદર લહાવો છે કારણ કે રૂપેરી પડદે બંને લોકપ્રિય અભિનેત્રી અલગ જ અવતારમાં જોવા મળશે.