Sports

IPL મા સૌરાષ્ટ્ર ના બે ખેલાડી ને લોટરી લાગી ! આટલી મોટી રકમ સાથે આ ટીમ મા વેચાયા

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જેમનો સમાવેશ થયો છે તેવા સમર્થ વ્યાસે જણાવ્યું હતું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવું મારા માટે એક સપનું હતું. આજે જ્યારે કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો. આઇપીએલ ઓક્શનમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમમાં સમાવેશ. મર્થ વ્યાસને રૂ.20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરિદ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટેના ઓક્શનની આજે શરૂઆત થઈ છે. જે ઓક્શનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા બે ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટ લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી રમશે. જ્યારે કે આઇપીએલમાં પ્રથમ વખત જેમની ખરીદી થઈ છે તેવા સમર્થ વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે.

 

કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા છે. જેમાં જયદેવ ઉનડકટને ફ્રેન્ચાઇસી દ્વારા તેના બેઝ પ્રાઇઝમાં એટલે કે રૂપિયા 50 લાખમા લખનઉ સુપર જાયન્ટ દ્વારા સમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. દિલ્હી કેપિટલ તરફથી રમતા તેણે IPL ની દુનિયામાં પોતાનું પ્રથમ પગલું ભર્યું હતું.

ત્યારથી લઈને આજ દિવસ સુધી તે જુદી જુદી પાંચ ટીમના સભ્ય બની ચૂક્યા છે. લખનઉ સિવાય જયદેવ કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝીંગ પુણે ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે. જયદેવ ઉનડકટે IPLમાં 91 મેચની અંદર 91 વિકેટ પ્રાપ્ત કરી છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!