EntertainmentGujarat

આ યુવાક પહેલા ડોક્ટર પછી IAS બન્યો, પછી બન્ને નોકરી છોડીને, 14,000 કરોડની કંપની બનાવી

ઘણા યુવાનો નુ સપનું હોય છે કે તે ભણી ને ડોકટર અને કલેક્ટર બને અને સરકારી નોકરી મેળવે પરંતુ ઘણા યુવાનો એવા પણ હોય કે જેની મંજીલ કાંઈક અલગ જ હોય જે નોકરી ને બદલે પોતાનો ધંધો કરવા ઈચ્છતા હોય અને એક અલગ મુકામ સુધી પહોચવા માંગતા હોય. આજે તમને એક એવાજ યુવાન ની વાત કરવાની છે જેણે ખુબ નાની વયે મોટી સફળતા મેળવી છે.

આપણે જેની વાત કરવા જઈ રહયા છીએ તેનુ નામ રોમન સૈની છે રોમન સૈનીનુ મુળ ગામ રાજસ્થાન રાયકરનપુર છે. રોમન ના પિતા એન્જીનીયર અને માતા ગૃહીણી છે. રોમને રાજસ્થાન ની શાળા મા જ અભ્યાસ કર્યો અને માત્ર 16 વર્ષ ની ઉમરે ખુબ અઘરી ગણાતી પરીક્ષા AIIMS આપવાનુ નક્કી કર્યુ અને પાસ પણ થયો. બાદ મા દિલ્લી મા MBBS ની ડીગ્રી મેળવી.

ત્યાર બાદ તેવોએ સીવીલ સર્વિસ ની પરીક્ષા ની તૈયારીઓ ચાલુ કરી દીધી અને IAS ની પરીક્ષા પણ પાસ કરી લીધી. અને દેશ મા 18 મા નંબરે આવ્યા. પણ રોમન નુ સપનું કાઈક અલગ હતુ તેણે IAS ની નોકરી છોડી દિધી. ત્યાર બાદ તેમણે પોતની કંપની ચાલુ કરી જેનું નામ હતુ Unacademy જે ઓનલાઈન અભ્યાસ માટે ની હતી. આ એપ ગરીબ બાળકો ને અભ્યાસ માટે પણ મદદરુપ થાય છે. આટલુ જ નહી આજે આ કંપની કીંમત 14000 કરોડ છે અને રોમન તેનો માલીક છે.

તમને જણાવી દઈએ કે, Unacademy એક ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જ્યાં IAS ની સાથે 35 અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરવામાં આવે છે. આજે, યુનાકેડમી અભ્યાસ માટે દેશભરના યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે. ‘Unacademy’ એક ઓનલાઈન કોચિંગ વેબસાઈટ છે જે તે તેના મિત્ર ગૌરવ મુંજાલ સાથે ચલાવે છે. રોમન સૈની હવે સિવિલ સર્વિસમાં જતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here