EntertainmentGujarat

ગુજરાતનું આ ગામ બનશે ભારતનું સૌ પ્રથમ પ્રથમ (24 x 7) સોલર પાવર્ડ વિલેજ,100 % વીજળીબિલ બચત થશે…

મોદીજીના રાજમાં ગુજરાત હવે હરણફાળ વિકાસ ભરી રહ્યું છે કારણ કે, ટૂંક સમયમાં જ આ ગુજરાતનું મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. ખરેખર આ સમાચાર માત્ર મોઢેરાવાસીઓ માટે નહીં પરંતુ દરેક ગુજરાતીઓ માટે ગૌરવશાળી વાત છે.

મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. આગામી 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે, વર્ષ 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

હાલમાં તો મોઢેરાનું સૂર્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે.

આ લાઇટિંગ જોવા માટે લોકો સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે. મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનુંસોલરાઇઝેશન’ શરૂ કર્યું.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50ટકાના ધોરણે રૂ. 80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) રૂ. 69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) રૂ.11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે. 1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે.સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here