Sports

બાંગ્લાદેશ સામે ની મેચ પહેલા આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી થયો ટીમ ની બહાર ! જુઓ વન-ડે અને ટેસ્ટ ની ટીમ મા કોને કોને મળ્યુ સ્થાન

ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. 3 મેચની T20 સીરીઝ બાદ ભારતીય ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સીરીઝ રમશે. ન્યુઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ 4 ડિસેમ્બરે રમાશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શ્રેણીની શરૂઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર નહીં જાય. રવિન્દ્ર જાડેજાનું ટીમ સાથે ન હોવું ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો માનવામાં આવે છે. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતની ટીમ:
ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શિખર ધવન, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટમેન), ઈશાન કિશન, રજત પાટીદાર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (સી), કેએલ રાહુલ (વીસી), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમેન), કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ , ઉમેશ યાદવ.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!