દીકરી ઓ માટે આ યોજના છે વરદાન સમાન ! 21 વર્ષ ની ઉમરે 70 લાખ રુપિયા…..

આજના સમયમાં દરેક માતા પિતાઓ ને પોતાની દીકરીઓના ભવિષ્ય વિશે વધારે ચિંતા રહેતી હોય છે, ખાસ કરીને મોંઘવારી વધતા દીકરીઓના ભણતર નો ખર્ચો અને તેમના લગ્નનાં ખર્ચની તમામ વ્યવસ્થા ની ચિંતા થતી જ હોય છે, દીકરીના બાપને અને આમ પણ જેને દીકરીઓ જ હોય છે, એવા માતાપિતા વધુ ચિંતામાં રહે છે. આજે અમે આપના માટે એવી એક યોજના લઈ ને આવ્યા છે જેનાં થી ભવિષ્યમાં

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માંસુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગતએક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બેંન્ક કે પોસ્ટઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે.

આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.જમા રકમ પર વાર્ષિક ૭.૬ ટકા હિસાબે વ્યાજ મળે છે.નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે. જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.

તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટનીવેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લગાવીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો બની શકે કે અમુકઆંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે.તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપી એક કરતા વધુ વ્યાજ આપે છે.

જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા શૈવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.

માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-2-2003ના રોજઅથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુલાખ 50 હજાર જમા કરાવી
શકાય છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here