મુકેશ અંબાણીનો પરિવાર આ કારણે માત્ર 27માં ફ્લોર પર જ રહે છે! જાણો એન્ટીલિયાના 27માળની ચોંકાવનારી વાત…
મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિમાં સામેલ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર મુંબઈમાં આવેલ અલ્ટ્રામાઉન્ટ રોડ પર 27 માળના એન્ટિલિયા નામના આલીશાન મહેલમાં રહે છે. ઘણા લોકો એ વાતથી અજાણ હશે કે, અંબાણી પરિવાર આ 27 માળનાં ઘરમાંથી માત્ર 1 જ માળ પોતાના રહેવા માટે ઉપયોગ કરે છે અને એ પણ અંતિમ 27મો માળ. 27માં માળમાં રહેવા પાછળ પણ એ રસપ્રદ વાત છુપાયેલ છે.
આજે આપણે જાણીશું કે, રે રસપ્રદ કારણ શું છે. અમે આપને જણાવી દઈએ કે, એન્ટિલિયામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોક મહેતા અને નાના દીકરા અનંત અંબાણી સાથે રહે છે. એન્ટીલિયા ભારતનું સૌથી મોટું ઘર છે અને આ ઘરની કિંમત આંકી ન શકાય એટલી છે.આ ઘરના મોટાભાગના ફ્લોર પર તો માત્ર અન્ય એક્ટિવિટી તેમજ વસ્તુઓ માટે બનાવવામાં આવ્યા છે.
એક રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે 27માં માળ પર કેમ રહો છો? જેના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું કે, 27માં માળે રહેવાનું સૌથી મોટું કારણ સૂર્યપ્રકાશ હતો. નીતા અંબાણી ઈચ્છતા હતા કે તેમનો પરિવાર જ્યાં પણ રહે ત્યાં રૂમમાં સૂર્યના કિરણો આવે. આ કારણે નીતા અંબાણી 27માં ફ્લોર પર રહે છે.
27માં માળ પર એટલી સુરક્ષા છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારની નજીકના લોકોને જવાની જ મંજૂરી છે.એન્ટેલિયામાં અંબાણી પરિવારની સેવા માટે 600 લોકો કામ કરે છે. આ તમામ લોકોનો પગાર પણ એટલો હોય છે કે સરકારી નોકરી પણ ટૂંકી પડે. ખરેખર એન્ટીલિયા એક એવું ઘર છે, જેને તમે માત્ર સ્વપ્નમાં જ વિચારી શકો કારણ કે એ ઘર હકીકતમાં તમારું બંને એ માત્ર એક કલ્પના સમાન છે.
અંબાણી પરિવારમાં જે સ્ટાફ કામ કરે છે, તેમના બાળકો અમેરિકામાં સ્ટડી કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ નીતા અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમના સ્ટાફનો પગાર કેટલો છે. તો તેમણે કહ્યું કે દરેક સ્ટાફને તેમની કાર્યક્ષમતા મુજબ પગાર આપવામાં આવે છે. ક્યારેક મનમાં એ સવાલ અચૂક ઉદ્દભવે કે અંબાણી પરિવારમાં માત્ર 4 લોકો છે, જ્યારે નોકરોની સંખ્યા 600થી પણ વધારે છે. ખરેખર આ ઘર કહેવાય કોનું!