આ કારણે થી રતન ટાટા ના બદલે મુકેશ અંબાણી ભારત ના સૌથી ધનવાન વ્યક્તિ છે ! કારણ જાણશો તો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રતન ટાટા અને મુકેશ અંબાણી ગુજરાતી છે. આજે સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણીનું નામ લેવાય છે, ત્યારે દરેકના મનમાં એ વિચાર આવે કે આવું શા માટે? ચાલો ત્યારે આજે આપણે જાણીએ આ કારણ વિષે જે રતન ટાટા એ ખુદ એ જણાવેલ.ખરેખર આ વાત ખુબ જ હ્દયસ્પર્શી છે, તેમજ રતન ટાટા એ મીડિયા સમક્ષ કોઇપ્ણ શરમ કે મુકેશ અંબાણીનું અપમાન કર્યા વિના આ વાત કરેલી હતી. ખરેખર આ વાત જાણીને તમને પણ ગર્વ થશે.
આપણે જાણીએ છે કે, ટાટા ગ્રુપના સ્થાપક ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા મૂળ ગુજરાતના નવસારી જિલ્લાના છે. જમશેદજી ટાટાએ છેલ્લી સદીમાં તેમની હયાતીમાં 102 અબજ અમેરિકી ડોલરનું દાન આપ્યું હતું. ભારતીય રુપિયામાં ગણતરીએ કરીએ તો જમશેદજીએ કરેલા દાનની રકમ રુ. 7.60 લાખ કરોડ થવા જાય છે. જમશેદજીએ કરેલા દાનની રકમ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી નેટવર્થ 84 અબજ ડોલર છે. રતન ટાટા એ પણ આ દાન નો વારસો સંભાળી જ રાખેલ છે, હાલમાં જ કોરોના સામે લડત આપવા માટે ટાટા ગ્રુપે ગત વર્ષે માર્ચમાં રૂ. 1500 કરોડનું દાન કર્યું હતું જે ભારતીય ઉદ્યોગ ગૃહોએ કરેલા દાનમાં સૌથી મોટું હતું.
મુકેશ અંબાણી એક ઉદ્યોગપતિ છે અને તેમના પિતા ધીરુભાઈ એ પણ નાને પાયે શરૂ કરેલ વ્યવસાય આજે વટવૃક્ષ બની ગયો છે, તેઓ પણ દાનધર્મમાં આગળ જ રહેતા પરંતુ રતન ટાટા એ દાનમાં સૌથી મોખરે છે અને આજે તેમની નામના સૌથી ધનિક વ્યક્તિઓમાં નથી થતી પરંતુ તેઓ દાનમાં સૌથી મોખરે હોય છે. તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન કરતાં રહે છે.એક મીડિયા રિપોર્ટર તેમને સવાલ પૂછ્યો હતો કે, મુકેશ અંબાણી તમારા થી વધારે ધનિક કેમ છે?
આ વાતનો રતન ટાટાએ ખુબ જ પ્રામાણિક્તા સાથે ઉત્તર આપ્યો અને સૌ કોઇના હદયને જીતી લીધું. રતન ટાટાએ કહ્યું કે, તે એક વ્યાપારી છે અને હું ઉદ્યોગપતિ છું. મુકેશ અંબાણીનો આ બિઝનેસ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવેલો બિઝનેસ છે, જ્યારે ટાટા એક ટ્રસ્ટ છે અને તેના પર કોઈ વ્યક્તિનો હક નથી હોતો. કંપનીના નકાનો 66 ટકા ભાગ ટાટા ગ્રુપને જાય છે. ખરેખર આ જવાબમાં જ ઘણીવાતો છુપાયેલ છે, જેને ઘણા ઓછા વ્યક્તિઓ સમજી શકે છે.ખરેખર આ વાત ખુબ જ સરહાનીય છે.રતન ટાટા ની સાદગી લોકોને સ્પર્શી જાય છે અને મુકેશ અંબાણી અને રતન ટાટા વચ્ચે પણ સરાઈ મિત્રતા છે અને અવારનવાર બંને સાથે પણ જોવા મળે છે.