આ કોઈ મહેલ કે કિલ્લો નથી ! દિવ ની જેલ છે..
ગુજરાત નુ નજીક નુ જો કોઈ નુ સૌથી પ્રિય ફરવાનું સ્થળ હોય તો એ દિવ છે.લોકો શનિરવિ અને રજા ના દિવસો મા દિવ ફરવા માટે પહોંચી જ જતા હોય છે અને ખાસ કરી ને આ સ્થળ પર મિત્રો વધારે પહોંચે છે અને મજા કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. દિવ મા એક રસપ્રદ જેલ છે આજે આપણે તેના વિશે જાણીશુ.
ગુજરાત ના અનેક લોકો દિવ ગયા હશે અને દુર થી જેલ પણ જોઈ હશે પરંતુ તેની અનેક બાબતો હજી નહી જાણતા હોય. આ જેલ પોર્ટુગલની કોલોની રહી ચૂકેલા આ દ્વીપ પર એક એવી જેલ છે 472 વર્ષ જૂની છે હાલના સમય મા આ જેલ નો ઉપયોગ કેટલો છે તે જાણવા મા આવે તો આ જેલ મા એક કેદી ને રાખવામા આવતો હતો. જેનુ નામ દીપક કાંજી જેની ઉંમર છે 30 વર્ષ.
રિપોર્ટનું માનીએ તો 30 વર્ષીય દીપકને 40 લોકો માટે બનેલી આ જેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની કેટલીક સવલતો પણ આપવામાં આવે છે જેમ કે ટીવી પર દૂરદર્શન અને કેટલીક આધ્યાત્મિક ચેનલો જોવાનું અને ગુજરાતી અખબાર અને પત્રિકાઓ. (આ માહીતી 2018 ની છે હાલ આ જેલ મા કેટલા કેદી છે એવી માહિતી ઉપલબ્ધ નથી)
આ જેલ મા પ્રત્યેક કેદી પર લગભગ દર મહીને 20000 થી વધુ નો ખર્ચ થતો હતો તેથી આ જેલ ના કેદી ને અન્ય જીલ્લા ની જેલ મા મોકલી દેવાની વાત ચાલતી હતી. ત્યાર બાદ આ ઐતિહાસિક સ્થળને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપી દેવામાં આવશે.
2013માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાને આ સ્થળ સોંપી દેવાની માંગ કરી હતી. આ માંગ પર્યટનને વધારો આપવા માટે કરવામાં આવી હતી. તે સમયે આ જેલમાં 7 કેદીઓ હતાં જેમાંથી 2 મહિલાઓ હતી. આ કેદીઓમાંથી ચાર કેદીઓ દીવથી લગભગ 100 કિલોમીટર દૂર અમેરલી જિલ્લામાં મોકલી અપાયા છે. જ્યારે બે કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી છે.
ત્યાર બાદ આ જેલ મા માત્ર એક દિપક જ બચ્યો હતો. તેની પત્ની ને ઝેર આપવા ના ગુના મા જેલ મા છે અને દીવ સેશન કોર્ટમાં દીપકની સુનાવણી ચાલી રહી છે. કાંજીના મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ આ જેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પોતાના કબજામાં લેશે.
નોંધ :- આ માહીતી 2019 પહેલા ની છે. હાલ આ કેથી જેલ મા છે કે નહી તેની માહીતી ઉપલબ્ધ નથી.