માત્ર છ ધોરણ સુધી ભણેલા પૂનમ ગોંડલીયા આવી રીતે બન્યાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર! આજે આવું જીવન જીવે…
ગુજરાતી કલાકારોમાં અનેક એવા કલાકાર છે જેમણે અનેક સંઘર્ષ થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આપણે ગીતા રબારી, કિંજલ દવે, અલ્પા પટેલ જેવી અનેક લોક ગાયિકા એ ગુજરાતનાં લોકોનું હ્દય જીતી લીધું છે. ત્યારે આજે આપણે વાત કરીશું એક એવી ગાયિકા વિશે જેને વારસામાં જ સંગીત ભેટમાં મળ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ સુપ્રસિદ્ધ ગાયિકા પૂનમ ગોડલીયા વિશે. ખરેખર આજે તેમને પોતાના સુર થકી ગુજરાતીઓનું હ્દય જીત્યું છે. ત્યારે તેમના જીવનની સફર જાણવી ખૂબ જ જરૂરી છે.
ગીર સોમનાથ જિલ્લાનું આલીદર બોડિદર ગામમાં જન્મેલ પૂનમ બહેનના દાદા અને પિતા પણ ભજનનીક હતા અને આજ કારણે તેમને જન્મજાત સંગીત ની કળા ભેટમાં મળી.કહેવાય છે કે, પૂનમ બહેન ખૂબ જ નાની વયે સંગીત ક્ષેત્ર પગલું ભર્યું. આમ પણ તેઓ માત્ર છ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ અને તેમને ખૂબ જ નાની વયે લોક કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પરિવારની વાત કરીએ તો તેમને 3 ભાઈઓ અને 2 બહેનો છે, તે લોકો પણ સંગીત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ છે.
પૂનમ બહેન ખૂબ જ નાની વયે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, જ્યારે તેમના મોટી બહેન નો પ્રોગામ હતો અને આ દરમિયાન જ લોકોએ પૂનમ બહેન ને ગાવનું કહ્યું હતું અને આ દરમિયાન જ તેમને ” અંગૂઠો મરડીને પીયુને જગાડીયા રે ” ભજન ગાયું અને બસ પછી તો તેમના સુરીલા કંઠે લોકોના મન અને હૈયામાં વાસ કરી લીધો. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે પહેલીવાર બધા લોકોની સામે ગાવું એ મોટી વાત છે.
આ પ્રથમ પ્રોગામ પછી તેને પાછળ ફરીને ક્યારેય જોયું જ નથી અને તેનું પરિણામ આપણે સૌ કોઈ જાણીએ છે. આજે તેમનાં અનેક આલ્બમ સોંગ આવેલ છે.ખરેખર આજે પૂનમ બહેનનું નામ ખૂબ જ લોકપ્રિય બનેલું છે. તેમને ગુજરાતનાં લોકપ્રિય કલાકારો સાથે બેસીને લોકોને ડાયરામાં ભજનો ગાઈને પોતાના સુરીલા કંઠની મોજ કરાવી છે. ખરેખર તેમના જીવનની સફર પરથી એ જ જાણવા મળે છે કે, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય પણ ભગવાને આપેલ કળા થકી તમે તમારું જીવન ઉત્તમ બનાવી શકીએ છીએ.