Sports

ઇંગ્લેન્ડના આ ખૂંખાર બેટ્સમેને ટેસ્ટને બનાવી દીધી ટી-20! એક જ ઓવરમાં ફટકારી દીઘી છ ફોર.. જુઓ

રાવલપિંડીમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ-પાકિસ્તાનની પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારે વરસાદ પડ્યો. આ દરમિયાન ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે એક ઓવરમાં 6 ચોગ્ગા ફટકારીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

ઈંગ્લેન્ડ અને યજમાન પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલા જ દિવસે રનનો વરસાદ કર્યો છે. ઈંગ્લેન્ડ માટે પ્રથમ દિવસે એક-બે નહીં પરંતુ ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. રાવલપિંડીમાં રમાઈ રહેલી આ મેચના પહેલા દિવસે હેરી બ્રુક ચોથો સદી ફટકારનાર હતો. જ્યારે હેરી બ્રુકે પોતાની સદી પૂરી કરી તો શાનદાર પ્રદર્શન કર્યું. તેણે એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ માટે ત્રણેય ટોચના બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જેક ક્રોલીએ 122 રન, બેન ડકેટે 107 રન અને ઓલી પોપે 108 રન બનાવ્યા હતા. આ પછી જો રૂટ 23 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ત્યાર બાદ પીચ પર હેરી બ્રુક અને બેન સ્ટોક્સ આવ્યા હતા જેમણે બીજી ભાગીદારી કરી હતી.

દરમિયાન હેરી બ્રુકે પાકિસ્તાની બોલર સઈદ શકીલને દિવસની 68મી ઓવરમાં એક જ ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં હેરી બ્રુક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો અને આ પાકિસ્તાની બોલરના બોલ પર મેદાનની ચારેબાજુ શોટ ફટકારવામાં આવ્યા હતા. તે ઓવરનો વિડિયો જુઓ..

હેરી બ્રુકે માત્ર 80 બોલમાં પોતાની ટેસ્ટ સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં 6 ચોગ્ગા મારનાર ટેસ્ટ ઇતિહાસનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. હેરી બ્રુક પહેલા આ સિદ્ધિ ભારતના સંદીપ પાટીલ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને રામનરેશ સરવન અને શ્રીલંકાના સનથ જયસૂર્યાએ કરી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!