Sports

IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખિલાડી બન્યો ઇંગ્લેન્ડનો આ પ્લેયર ! આટલા રૂપિયા મળ્યા કે વિરાટ કોહલી પણ…જાણો કેટલામાં વેચાયો ?

આ વર્ષે ઈંગ્લેન્ડને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર યુવા ઓલરાઉન્ડર સેમ કેરેન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને પંજાબ કિંગ્સે મિની ઓક્શનમાં 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. એટલે કે પંજાબે આ ઓલરાઉન્ડરને બેઝ પ્રાઈસ કરતા 9 ગણી વધુ કિંમતે પોતાનું સ્થાન ઉમેર્યું. જણાવી દઈએ કે કેરન આ પહેલા પંજાબ કિંગ્સ માટે પણ રમી ચુકી છે. આ પહેલા આઈપીએલની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ હતો. તેને રાજસ્થાન રોયલ્સે 16.35 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતનો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહ છે. તેને ડેક્કન ચાર્જર્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેરેને ગયા મહિને જ ઇંગ્લેન્ડને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેને ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં કેરેનના રેકોર્ડની વાત કરીએ તો તેણે 32 મેચ રમી છે અને 150ના સ્ટ્રાઈક રેટથી 337 રન બનાવ્યા છે. તેણે IPLમાં 2 અડધી સદી ફટકારી છે. જણાવી દઈએ કે સેમ કેરન આ પહેલા પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તેને આ ફ્રેન્ચાઈઝીએ 2019માં 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, બાદમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં ગયો.

કેમેરોન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો…આટલી કિંમતે વેચાઈ ગયો. કેરન ઈજાના કારણે IPL 2022માં રમી શક્યો નહોતો. પરંતુ, જ્યારથી તે ઈજા બાદ પરત ફર્યો છે, ત્યારથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. T20 વર્લ્ડ કપમાં વિકેટ લેવાના મામલે સેમ કેરન બીજા સ્થાને હતો. તેણે 8 મેચમાં 13 વિકેટ લીધી હતી. કેરેને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ લેનારો તે એકમાત્ર બોલર હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!