Sports

WTC ની ફાઈનલ મા ભારત સામે આ દેશ ની ટક્કર થશે હવે ! જાણો કઈ તારીખે છે મેચ…

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહેલી બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ ટાઈટલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને સામને થવાની છે. બંને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાઈ રહી છે. આ મેચ 7 જૂન 2023 થી 11 જૂન 2023 સુધી રમાશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની કમાન પેટ કમિન્સના હાથમાં રહેવાની આશા છે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.

આ પહેલા 2019માં રમાયેલી મેચમાં ટીમને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ 7 થી 11 જૂન 2023 દરમિયાન રમાશે.જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદ પડે છે તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. તે 12 જૂન 2023 છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકાશે.તમે મોબાઈલ પર ડિઝની પ્લસ હોટસ્ટાર પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોઈ શકો છો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!