Sports

BBL માં આ બોલરે મચાવ્યો કહેર! ફક્ત 3 રનમાં એટલી વિકેટ લીધી કે જોતા રહી જશો… જુઓ

એડિલેડ સ્ટ્રાઈકર્સના ફાસ્ટ બોલરે બિગ બેશ લીગમાં તબાહી મચાવી છે. તેણે તોફાની બોલથી 5 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. આ બોલરનું નામ છે હેનરી થોર્ન્ટન. ફાસ્ટ બોલર હેનરી થોર્ન્ટને 2.5 ઓવરમાં માત્ર 3 રનમાં સિડની થંડરના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. હેનરી થોર્ન્ટને તેના સાથી બોલર વેસ અગર સાથે મળીને વિરોધી ટીમ સિડની થંડરની કમર તોડી નાખી અને ટીમને 124 રનથી મોટી જીત અપાવી. વેસ અગરે 2 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ બંને બોલરોએ કુલ 9 વિકેટ લીધી અને સિડનીની આખી ટીમને 5.5 ઓવરમાં માત્ર 15 રનમાં આઉટ કરી દીધી.

સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચેની મેચની સ્થિતિ. આજે (16 ડિસેમ્બર) બિગ બેશ લીગ (BBL)માં સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. સિડની ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં એડિલેડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 139 રન બનાવ્યા હતા, આ લક્ષ્યનો પીછો કરતા સિડની થંડર માત્ર 15 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

સિડની ટીમના તમામ બેટ્સમેનો ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. સિડનીના તમામ ખેલાડીઓનો સ્કોર મોબાઇલ નંબર જેવો દેખાતો હતો, બધા ખેલાડીઓએ અનુક્રમે 0, 0, 3, 0, 2, 1, 1, 0, 0, 4, 1 જેવો સ્કોર કર્યો હતો. સિડની ટીમના બંને ઓપનર એલેક્સ હેલ્સ અને મેથ્યુ ગિલકેસ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!