આ છે વિશ્વના સૌથી સસ્તા શહેરો અને સૌથી મોંઘા શહેરો ! સસ્તા શહેર માં અમદાવાદ નો નં…
હાલ સમગ્ર વિશ્વમાં દિવસે દિવસે મોંઘવારી નું પ્રમાણ વધતું ગયું છે, બધા દેશમાં પોતાના આર્થિક તંત્ર પ્રમાણે વસ્તુની માંગ પ્રમાણે સોંઘવારી અને મોંઘવારી નક્કી થતી હોઈ છે, અને તેજ પ્રમાણે હાલ વિશ્વના ૧૭૩ દેશોમાં જીવનધોરણ અને ખર્ચના આધારે શહેરો નું રેન્કિંગ જાહેર થયું છે, તેમાં સૌથી મોખરે અને સૌથી નીચે કયું શહેર કયું રાજય અને કયો દેશ છે એ જાણીને તમને નવાઈ લાગશે.
દર વર્ષે ઇકોનોમીસ્ટ ઈન્ટેલીજન્સ યુનિટ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લીવીંગ સર્વે જાહેર કરવામાં આવે છે, તેવો જ આ વર્ષે ૨૦૨૧ માં આ રીપોર્ટ જાહેર થતા મળતી માહિતી અનુસાર આ રીપોર્ટમાં વિશ્વના ૧૭૩ દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવ ને આધારિત રેન્કિંગ એટલેકે સ્થાન જાહેર કરવામાં આવ્યું છે, અને નવાઈ ની વાત એ છે કે આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. અને ૧૭૩ દેશોની યાદીમાં અમદાવાદ શહેર નો પહેલીવાર સમાવેશ થયો છે, અને આ તમામ રીપોર્ટ ની મળતી માહિતી અનુસાર ટયુનીસિયાનું ટયુનીસ સસ્તા શહેરો પૈકી અમદાવાદ ની વિશેષ નોંધ લેવામાં આવી છે.
WCOL ઇન્ડેક્સમાં અમદાવાદ ને ૩૭ પોઈન્ટ મળ્યા છે અને તેને ૧૬૭ મુ રેન્ક મળતા તે સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. અને એક નવાઈ ની વાત કરીએ તો આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ના કરાચી શહેરને ૩૬ પોઈન્ટ મળ્યા છે. અને તે ૧૬૮ માં ક્રમે આવ્યું છે. હાલ આપ સૌ જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ નો ભાવ ખુબજ વધ્યો છે, તેનો સર્વે કરતા અને મોઘવારી શહેર ની યાદી જાહેર કરવામાં આવી તેમાં ભારતના એકપણ શહેર મેટ્રો શહેર નો સમાવેશ થતો નથી. અને સૌથી વધુ પેટ્રોલ નો ભાવ વધારે હોઈ તેવો દેશ હોંગકોંગ છે,
ખાણીપીણીની બાબત નો સર્વે કરતા જાણવા મળ્યું છે કે તો સૌપ્રથમ તેલ ઇઝરાયેલ નું તેલ અવિવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. અને દેશમાં મોંઘવારી વધવાના મહત્વ ના કારણ ની વાત કરીએ તો દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ ના કારણે મોંઘવારી વધે છે.