Sports

2023 ની IPL મા આ 9 દિગ્ગજ ખેલાડી નહી જોવા મળે ??? એક પંત અને બીજા ભારતીય ખેલાડી નુ નામ જોઈ ચોંકી જશો…

આઈપીએલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ચાહકો આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક ચાહકોના મનપસંદ ખેલાડીઓ આ લીગમાં જોવા મળશે નહીં. 9 ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે, જ્યારે 1 ખેલાડીના રમવા પર થોડી શંકા છે. કેટલાક ખેલાડીઓના બહાર થવાનું કારણ ઈજા છે તો કેટલાકે પોતાના દમ પર આઈપીએલ છોડવાનો નિર્ણય લીધો છે.

આ યાદીમાં બીજું નામ રિષભ પંતનું છે જે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરીને તેણે કહ્યું છે કે તે જલ્દી જ કમબેક કરશે. પરંતુ તે આ વર્ષની IPL રમી શકશે નહીં. આ 9 ખેલાડીઓમાંથી 3 ભારતીય ખેલાડી છે. આમાં સૌથી પહેલું નામ જસપ્રીત બુમરાહનું આવે છે. જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેણે તેની સર્જરી કરાવી લીધી છે. એવી અપેક્ષા છે કે તે IPL પછી જ વાપસી કરી શકશે.

ત્રીજા નંબરે પ્રખ્યાત કૃષ્ણનું નામ આવે છે. તે પણ ઈજાના કારણે આ વર્ષની IPL રમી શકશે નહીં. પ્રખ્યાત કૃષ્ણ વિશે પહેલાથી જ એવું વ્યક્ત કરવામાં આવ્યું છે કે તે ઓછામાં ઓછા 6 મહિના અથવા એક વર્ષ પછી જ મેદાનમાં પરત ફરી શકશે.

શ્રેયસ અય્યરને લઈને થોડી શંકા છે કે તે IPL રમી શકશે કે નહીં. તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીનો પણ ભાગ નહોતો. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે તેની ઈજા થોડી ગંભીર છે. વિલ જેક્સ અને જોની બેયરસ્ટો આ આઈપીએલમાં જોવા નહીં મળે. જોની બેયરસ્ટોનું બહાર થવું એ પંજાબ કિંગ્સ માટે મોટો ફટકો છે. પંજાબે તેને 6.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો.  વિલ જેક્સ અને જોની બેયરસ્ટો આ આઈપીએલમાં જોવા નહીં મળે. જોની બેયરસ્ટોનું બહાર થવું એ પંજાબ કિંગ્સ માટે મોટો ફટકો છે. પંજાબે તેને 6.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. જ્યે રિચર્ડસન ઈજાના કારણે IPLનો ભાગ નહીં બને. જ્યારે સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે IPL ન રમવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની માતાનું તાજેતરમાં નિધન થયું હતું. ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. જ્યે રિચર્ડસન ઈજાના કારણે IPLનો ભાગ નહીં બને. જ્યારે સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે IPL ન રમવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની માતાનું તાજેતરમાં નિધન થયું હતું.

છેલ્લું નામ ન્યુઝીલેન્ડના કાયલ જેમ્સનનું છે. તે પણ આ વર્ષે IPL રમી શકશે નહીં. તાજેતરમાં જ તેને પીઠમાં ઈજા થઈ હતી. જે બાદ તે ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો નથી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!