ગુજરાતના આ ગામમાં કોઈ સરપંચનો ઉમેદવાર જ નથી ! જાણો આવુ કેમ થયુ ?
હાલમાં જ ગુજરાતનાં ગામડાઓમાં સરપંચની ચૂંટણીનો માહોલ ચાલું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચૂંટણીમાં દરેક વ્યક્તિને ઉભું રહેવું હોય છે. આ વાત કોઈ સામાન્ય નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિનો વારો આવતો હોય છે. એક તરફ લોકો સરપંચનાં ઉમેદવાર માટે મંથી રહ્યા હોય છે, ત્યારે હાલમાં જ એક એવા ગામ વિશે જાણવા મળ્યું છે, જ્યાં કોઈ ઉમેદવાર ઉભો જ નથી રહ્યો.. ચાલો આવું શા માટે બન્યું તેનું કારણ અમે આપને જણાવીએ.
જામનગરન નાના થાવરીયા ગામે સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત આખા ગામમાંથી કોઈ સરપંચ માટે ઉમેદવાર જ નથી. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ સરપંચના સંગ્રામમાં જામનગર તાલુકાનું નાના થાવરીયા ગામ કે જે આ વર્ષે આદિવાસી સીટ માટે અનામત છે. જ્યાં કોઈપણ આદિવાસી સમાજની વસ્તી નથી. જેથી સરપંચ માટે કોઇ ઉમેદવાર જ નથી. ખરેખર આ એક મોટી સમસ્યા થઈ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગામમાં માત્ર કુલ 8 વોર્ડમાં ચૂંટણી થવાની છે. જેમાં 2011ની વસ્તીગણતરી મુજબ 819 લોકોની વસ્તી છે. જેમાં 419 પુરુષ અને 400 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં આદિજાતિના 45 લોકો હતા. 24 પુરુષો ને 21સ્ત્રી હતી. પરંતુ હાલ કોઈ જ આદિજાતીના લોકો વસવાટ કરી રહ્યા નથી.
પટેલ સમાજ, રાજપૂત સમાજ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે હાલ કોઈ આદિજાતિની વસ્તી જ ગામમાં વસવાટ નથી કરતી ત્યારે નાના થાવરીયા ગામમાં ગટર, વાડી-ખેતરોના રસ્તા, પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓ સાથે સરપંચના ઉમેદવારનો ને પશ્ર્નો ઉભા થયા છે. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, આ ગામમાં કોઈ ઉભું જ નથી. ત્યારે ખરેખર હવે જોવાનું એ રહ્યું કે આ ગામનું સરપંચ કોણ બનશે.ખરેખર આ વાત જાણતાં જ સામાન્ય વાત નથી કારણ કે ઉમેદવાર ન હોવું એ મોટો પ્રશ્ન છે.